વડિયાની ભાગોળે આવેલા સાકરોડા ગામે રહેતો દિનેશ રામજીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૬) નામનો દલિત યુવક વડિયા બસસ્ટેન્ડમાં પોતાનું મોટરસાયકલ મૂકીને ત્યાંથી મજૂરી કામે ગયા હોય સાંજના સમયે તે પરત ફરી મોટર સાયકલ લેવા ગયા ત્યારે એક બિસ્કિટનું પેકેટ લઇને એક ગાયને તેમાંથી બિસ્કિટ નાખતા તે ગાય પાસે જતા ઉભેલા શખ્સોએ ગાય સાથે ખરાબ કૃત્ય કરે છે તેવુ કહી ઢીંકા પાટુના માર મારીને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલીને તેને હડધૂત કરી વીડિઓ વાઇરલ કરેલ હતો. જે બાબતે તા.૨૮–૧૧–૨૦૨૪થી આ બનાવ બાબતે સમગ્ર ગામમાં ચર્ચાઓ અને વીડિયો વાઇરલ થતા જોવા મળ્યા હતા. આ બાબતે દલિત સમાજના યુવા આગેવાનોએ ફરિયાદ દાખલ કરાવવા આગળની તજવીજ હાથ ધરતા ગઇકાલે ભોગ બનેલા દલિત યુવાન પર થયેલા અત્યાચાર બાબતે વડિયાના ડો.આંબેડકર ચોકથી મોટી સંખ્યામાં રેલી સ્વપે દલિત સમાજના લોકો એકત્રિત થઈ પોલીસ સ્ટેશન ભોગ બનનાર દલિત યુવકની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. આ બાબતે બે દિવસથી લોકમુખે થતી ચર્ચા કે કોના સામે ગુનો દાખલ થશે, ઓરીજનલ વીડિયોના આધારે થશે કે પછી અમુક લોકો સામે જ ગુનો દાખલ થશે તેનો અતં આવ્યો હતો. ગુનો દાખલ થયાના દિવસે એક સોશ્યલ મીડિયા ન્યૂઝના બ્રેકીંગ પોસ્ટરમાં જે નામો લખવામાં આવ્યા હતા તે નામ ફરિયાદમાં નથી ત્યારે તે પોસ્ટર પણ ચર્ચાનો વિષય બન્યો હતું. જોકે સમગ્ર પ્રકરણમાં પોલીસ આ ઘટનાના તમામ વીડિયો આગેવાનો અને સોશ્યલ મીડિયામાંથી એકત્ર કરી આગળની તપાસ કરે તો વીડિયોના આધારે હજુ અનેક નમો ખુલી શકે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ તો ભોગ બનનાર દિનેશ રામજીભાઇ ચૌહાણની ફરિયાદ પરથી જયલો ભરવાડ, અજાણ્યો ભરવાડ શખસ, રાજુ રાજ સ્ટુડિયોવાળો સામે બીએનએસ કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૪ એનએસ અને અનુ. જાતિને અનુ. જનજાતિ પ્રતિબધં અધિનિયમ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામા આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech