ઝનાનામાં બાળકને ઇન્જેકશન મોતના બનાવમાં નર્સ–નસિગ સ્ટુડન્ટ સામે ગુનો

  • September 05, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝનાના હોસ્પિટલમાં પીડિયાટિ્રક વોર્ડમાં સારવારમાં રહેલા ગોંડલના શ્રમિક પરિવારના સાડા પાંચ વર્ષના નવજાત બાળકને આનદં નસગ કોલેજના સ્ટુડન્ટએ ન્યૂબેલાઇઝરમાં આપવાનું ઇન્જેકશન હાથની વેનમાં આપી દેતા નવજાતનું મોત નીપયું હતું, આ ગંભીર બેદરકારીના બનાવમાં ઇન્જેકશન આપવાનું સ્ટુડન્ટને કહેનાર કોન્ટ્રાકટ બેઝ પરની નસગ કર્મચારી એકતા કિશોરભાઈ રાઠોડ અને ઇન્જેકશન આપનાર આનદં નસગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો પિન્ટુ સુરેશભાઈ ફાંગલીયા સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રા વિગત મુજબ મૂળ બિહારના અને હાલ ગોંડલના જામવાડી નજીક રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા બીરેન્દ્ર કુશવાહાનો સાડા પાંચ મહિનાના પુત્ર રાજને તાવ આવવાની સાથે ટીબીની અસર હોવાથી જૂન મહિનાની ત્રીજી તારીખે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગના દાખલ કરવામાં આવ્યો હતો. યાં બાળકને ન્યુમોનિયા, અને ટીબીની અસર હોવાનું નિદાન થતા દાખલ કરી એક મહિનાની લાંબી સારવાર દરમિયાન બાળક સ્વસ્થ બન્યું હતું. બાદમાં તા.૩ જુલાઈના રજા આપવાની હતી તે સમયે વોર્ડમાં કોન્ટ્રાકટ બેઝ પર નસગ કર્મી તરીકે નોકરી કરતી એકતા રાઠોડએ અભ્યાસ માટે આવતા નસગ સ્ટુડન્ટ પિન્ટુને બાળકને નેબેલાઇઝરમાં ઈન્જેકશન નાખી નાસ આપવાનું કહ્યું હતું પરંતુ શીખતાં નસિગ સ્ટુડન્ટ પિન્ટુ ફાંગલીયાએ નેબેલાઇઝરમાં દવા નાખવાની બદલે ૫૦ એમએલના ઇન્જેકસનમાંથી દવા ભરી બાળકને આઈવી મારફતે આપી દેતા બાળકની તબિયત ખરાબ થતા તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડાવમાં આવ્યું હતું. અને મોત નીપયું હતું. આ બનાવમાં પરિવારે બેદરકારીથી બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યેા હતો. પોલીસે મૃતક નવજાતની માતા સોનામકુમારી વીરેન્દ્ર કુશ્વાહાની ફરિયાદ પરથી એકતા કિશોરભાઈ રાઠોડ અને પિન્ટુ સુરેશભાઈ ફાંગલીયા સામે બીએનસીની કલામ ૧૦૬(૧) મુજબ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application