ઉપલેટામાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં ફલેટમાં ક્રિકેટ સટ્ટો રમી રહેલા શખસને રાજકોટ એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.
જયારે ઉપલેટા,રાજકોટ અને સુરતના શખસની સંડોવણી ખુલતા પોલીસે .૬૪,૯૭૦ ની રોકડ સહિત .૭૨,૩૭૦ નો મુદામાલ કબજે કરી અન્ય ત્રણેય શખસોને ઝડપી લેવા તપાસ હાથધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, પી.એન. ટોટાની અલગ–અલગ ટીમો દ્રારા પેટ્રોલીંગમાં કરવામાં આવી રહ્યું હોય દરમિયાન હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશિક જોષીને મળેલી બાતમીના આધારે ઉપલેટા શહેરમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ રિદ્ધિ–સિદ્ધિ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૪૦૩ માં રેડ કરી હાલ ચાલી રહેલા બિગ–બેસ ૨૦–૨૦ સિરીઝમાં એચબીએચ તથા એસવાયએસ ટીમ વચ્ચે ચાલી રહેલા ક્રિકેટ મેચમાં અલગ–અલગ ગ્રાહકો સાથે રનફેરનો જુગાર એટલે કે સટ્ટો રમતા કિશોરભાઈ ઉર્ફે શેટી લલીતભાઈ ડેડકિયાને(રહે. રિધ્ધી સિધ્ધિ એપાર્ટમેન્ટ,ઉપલેટા મૂળ કોલકી) ને ઝડપી લીધો હતો.
દરોડા દરમિયાન પોલીસે ૬૪,૯૭૦ રોકડ તેમજ બે મોબાઈલ સહિત .૭૨,૯૭૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.પોલીસની પુછતાછમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ શખસોના નામ ખુલ્યા હતાં.જેમાં સુરતના જલારામ, રાજકોટના દિવ્યેશ અને ઉપલેટાના કાના સોનીનું નામ સામે આવતા પોલીસે આ ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં રાજકોટ એલસીબીના પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરીમાં એ.એસ.આઈ. બાલકૃષ્ણ ત્રિવેદી, અનિલ બળદોકીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશિક જોષી, દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર, રાજુ સાંબડા, હરેશ પરમાર તથા ડ્રાઇવર કોન્સ્ટેબલ અબ્દુલભાઈ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech