વંથલીના નાંદરખી સીમમાંથી ક્રિકેટ સટ્ટો ઝડપાયો, અડધો લાખથી વધુની મત્તા કબજે

  • April 12, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વંથલીના ધંધુસર ગામની નાંદરખીની સીમમાં ક્રિકેટ મેચનો સટો રમતો હોવાની બાતમી ને આધારે એલ સી બી એ દરોડો પાડી મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ સટો રમતા જૂનાગઢના ઝાંઝરડા રોડના એક શખ્સને ૫૧,૨૦૦  ની મતા સાથે ઝડપી લીધો હતો. જ્યારે નાણાંની આપ લે કરતા કેશોદના અન્ય બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
​​​​​​​
વંથલી પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ધંધુસર ગામની નાંદરખીની સીમમાં ક્રિકેટ મેચ પર સટો રમતો હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે દરોડો પાડી જાહેરમાં મોબાઈલ પર દિલ્હી અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પર ક્રિકેટ મેચ સટ્ટો રમતા જૂનાગઢના રાંદડા રોડ પર રહેતા ભુપત રણમલભાઈ મેર ને એક મોબાઈલ, મોટરસાયકલ અને ૧૬,૦૦૦ ની રોકડ મળી કુલ ૫૧,૨૦૦ ના મુદ્દા મારી સાથે સટો રમતા ઝડપી લીધો હતો. જ્યારે દરોડા દરમ્યાન મોબાઈલ પર ક્રિકેટ સોદા કરતા કેશોદના ઇમરાન પઠાણ અને જયેશ બંને શખ્સો હાથ ન આવતા ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છ આ અંગે એલસીબી પોલીસે ત્રણ શખ્સો સામે ક્રિકેટ સટ્ટો રમતા હોવાની નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે વંથલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી વંથલી પીએસઆઇ રાણાએ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application