શ્રી સમાજ સેવક મહાવીર દળ (સ્મશાન વ્યવસ્થા સમિતિ) માં તાજેતરમાં આવેલ પુરને કારણે ભયંકર તારાજી સર્જાઈ હતી, જેમાં અગ્નિદાહ આપવા માટેના અંદાજીત ૧૨૦૦ મણ લાકડાં તણાઈ ગયા હતા અને વૃક્ષો પડી ગયા હતા અને પરિસરમાં આવેલ અનેક પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ હતી.
પૂરના પાણી ઓસરી ગયા બાદ સ્મશાન વ્યવસ્થા સમિતિના પ્રમુખ શ્રી દીપકભાઈ જયંતિલાલ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સ્મશાન વ્યવસ્થા સમિતિના યુવા માનદ્દમંત્રી શ્રી દર્શનભાઈ જગદીશચંદ્ર ઠક્કર અને ખજાનચી શ્રી અમરભાઈ ગોંદીયાની દેખરેખ હેઠળ સંપૂર્ણ પરિસરમાં ફેલાઈ ગયેલા લાકડાંઓ, કાદવ – કિચડ વગેરે સતત બે દિવસની અથાગ મહેનત બાદ દુર કરી અને આદર્શ સ્મશાન ગૃહમાં આવેલ ગેસ આધારિત અગ્નિદાહ ગૃહ પુનઃકાર્યરત થઈ ગયા છે.
ઉપરોક્ત કાર્યમાં સ્મશાન વ્યવસ્થા સમિતિના ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપમંત્રી શ્રી ધવલભાઈ બરછા તથા કારોબારી સભ્યો, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબા સોઢા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર શ્રી કે. કે. બિસ્નોઈ સાહેબ, ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી ભાવેશભાઈ જાની, ફાયર ઓફિસર શ્રી રાણા સાહેબ, વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર શ્રી આશાબેન રાઠોડ, શ્રી મુકેશભાઈ માતંગ, શ્રી પાર્થભાઈ જેઠવા, પૂર્વ કોર્પોરેટર શ્રી નટુભાઈ રાઠોડ (સાંઈનાથ) તથા જામનગર મહાનગરપાલિકા અને PGVCL ના તમામ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
કુદરત સર્જિત આપદામાં જામનગર શહેરના નાગરિકોને પડેલ અગવડ બદલ અમો દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને સર્વેના સાથ – સહકાર બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech