જામનગરમાં રહેતા ભરતસિંહ જાડેજા એ જામનગરના જ મોરકંડામાં રહેતા આ અશોક તેજાભાઇ રાઠોડ પાસેથી તેની સરદાર પાર્ક-૪ મા આવેલ સબ પ્લોટ વાળી જગ્યાનો રૂા.૭,૫૦,૦૦૦/- નો સોદો કરેલ હતો જેનો રજીસ્ટર કરાર પણ કરવામાં આવેલ હતો અને રજીસ્ટર કરાર સમયે ફરીયાદીએ રૂ।.૩,૫૧,૦૦૦/- ચુકવી આપેલા હતા કરારનો છ માસનો સમયગાળો પુર્ણ થતા લાંબા સમય સુધી દસ્તાવેજ કરી આપવામાં આવેલ નહી અને ત્યાર બાદ આરોપીએ સોદો કેન્સલ કરવાનું જણાવી કરાર વખતે ફરીયાદીએ ચુકવેલ રૂા.૩,૫૧,૦૦૦/- પરત ચુકવવા માટે આરોપીએ પોતાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જામનગર શાખાનો રૂા.૩,૫૧,૦૦૦/- નો ચેક આપેલ હતો.
જે ચેક ફરીયાદીએ પોતાના ખાતામા ડીપોઝીટ કરાવતા ફન્ડસ ઇનસફીસીયન્ટના કારણે સદરહુ ચેક રીર્ટન થયેલ જે ચેક રીર્ટન થયા બાદ આરોપીને નોટીશ આપવા છતા આરોપીએ પૈસા આપેલ નહી કે નોટીશનો કોઇ જવાબ આપેલ નહી જેથી ફરીયાદી ભરતસિંહ જાડેજા દ્વારા તેના વકીલ મારફતે આરોપી અશોક તેજાભાઇ રાઠોડ વિરુધ્ધ ધી નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળેની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ ચાલી જતા ફરીયાદીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલ લેખીત મૌખીક પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઇ કોર્ટ દ્વારા ફરીયાદીની ફરીયાદ સાબીત માની આરોપી અશોક તેજાભાઈ રાઠોડને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ તથા ચેક મુજબની રકમ રૂ।.૩.૫૧,૦૦૦/- ત્રણ માત્રની અંદર વળતર તરીકે ચુકવવાનો હુકમ કરેલ અને જો આ રકમ જમા ન કરાવે તો વધુ છ માત્રની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
આ કેસમા ફરીયાદી ભરતસિંહ એલ. જાડેજા ના વકીલ તરીકે ચંદ્રેશ એન. મોતા મૈત્રી એમ. ભુત, બિપીન એમ. મહેશ્વરી તથા વિજય બી. નકુમ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech