આરએસપીએલ (ઘડી) કંપનીના કોલસા પ્રકરણમાં આરોપીને જામીન મુકત કરતી અદાલત

  • June 06, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરએસપીએલ (ઘડી) કંપનીના કર્મચારીએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં તા.૨૭/૦૫/૨૦૨૩ ના રોજ આઇપીસી કલમ-૪૦૬, ૪૦૭, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (૩) મુજબના ગુન્હા અંગેની ફરીયાદ વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચ સામે દાખલ કરવામાં આવેલ હતી.
આ ફરીયાદની વિગત એવી છે કે, કંડલા પોર્ટથી આરએસપીએલ કંપની પહોંચતા પહેલા ગમે તે જગ્યાએ ટ્રકોમાં રહેલ સારી ગુણવતાનો રશીયન કોલસો કાઢી લઈ તેમાં નબળી ગુણવતાંનો કોલસો ભરી તે ટ્રકો ટ્રીપલર પર નોકરીમાં રહેલ વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચએ ડાયરેકટ ટ્રીપલરમાં નંખાવી કંપનીએ સોંપેલ જવાબદારીમાં વિશ્વાસધાત કરી ગુન્હાહીત કાવત‚ રચી ગુન્હો કર્યા અંગેની વિગતવારની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.
આરએસપીએલ કંપની દ્વારા ૧૦,૦૦૦/- મેટ્રીક ટન, ર (બે) સીયન કોલસો સપ્લાય કરવા પર્ચેઝ ઓર્ડર આપવામાં આવેલ હતો. જેમાં કુલ ૨૭ પૈકી રપ ટ્રકોમાં ભેળસેળ હોવાના કારણે અમારી કંપનીને આશરે દોઢ કરોડ ‚પિયા ઉપરની છેતરપીંડી કરેલ હોવાનું રીપોર્ટના આધારે જાણ થયેલ હોવાની ફરીયાદ થયેલ હતી. જે ફરીયાદના આધારે દ્વારકા પોલીસે વાછીયા ઉર્ફ વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચને પકડી કોર્ટ સમક્ષ રજુ કરેલ હતા અને રીમાન્ડની માંગણી કરેલ હતી, જે સંબંધે રીમાન્ડ મંજુર કરાયા હતા, ત્યારબાદ રીમાન્ડ પુર્ણ થતાં નીચેની અદાલત સમક્ષ જામીન અરજી કરતા કોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરેલ હતી.
નામંજુર થયેલ જામીન અરજી પર દ્વારકાની એડી. ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ સમક્ષ આરોપી તરફે વકીલ મારફતે અપીલ દાખલ કરવામાં આવેલ હતી અને સદર અપીલ અદાલત સમક્ષ કાયદાની દલીલો અને પુરાવાઓ તથા ફરીયાદ સંબંધે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જેમાં એડી. ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ અદાલત દ્વારકાએ આરોપીના વકીલની રજુઆતને ધ્યાને લઈ આરોપી વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ વી.એચ. પંચમતીયા તેમજ બી.જે. મંદરીયા રોકાયા હતા.
**
હત્યાની કોશીશ બદલ નિર્દોષ છુટકારો
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકાના કોઠાવિશ્રોત્રી ગામેસને ૨૦૧૭માં મારખી લક્ષ્મણ ગોજીયાએ કરેલ ફરિયાદના આધારે હત્યાની કોશીશ કરવા બદલ ખંભાળીયાની સેસન્સ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડાવી મુકવા ચુકાદો જાહેર કરેલ છે.
આરોપી મહેશ ઉર્ફે ભીખો દેવાભાઇ ગોજીયા વગેરે ચાર વ્યકિતઓ દ્વારાા સને ૨૦૧૭ના અરસામાં ગામના પાદરમાં સવારના ભોગે ઇજા પામનાર ફરિયાદી મારખી લક્ષ્મણ ગોજીયાને માથાના ભાગે કુહાડાનો ઘા કરી હત્યા નીપજાવા કોશીશ કરેલી, બનાવ બાદ ઇજા પામનારને પ્રથમ ખંભાળીયા તેમજ જામનગર સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ડો. રુપારેલીયા હોસ્પિટલમાં સારવાર આપેલી જે અંગેની ફરીયાદ ફરીયાદીએ કરેલ હતી.
આ કેસ ખંભાળીયા સેસન્સ કોર્ટમાં ચાલી જતા બન્ને પક્ષોની દલીલો, પુરાવા ઘ્યાને લઇ સેસન્સ જજ પી.એસ. કાલાએ પુરાવના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા આદેશ કરેલ છે. આ કેસમાં બચાવ પક્ષે વકીલ અશ્ર્વિન મકવાણા અને નેહા દેસાઇ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application