દિલ્હીમાં ટ્રિપલ મર્ડર, એનિવર્સરીના દિવસે જ દંપતી અને પુત્રીની હત્યા, પુત્ર મોર્નિંગ વોકમાં ગયો હતો

  • December 04, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની રાજધાની દિલ્હીમાં હ્રદયદ્રાવક ઘટના બની છે. દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. દંપતી અને તેમની પુત્રીના મૃતદેહ ઘરમાં પડેલા મળી આવ્યા હતા. દીકરો મોર્નિંગ વોક કરીને પાછો ઘરે આવ્યો ત્યારે દૃશ્યો જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આજે મૃતક દંપતીની મેરેજ એનિવર્સરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે


નેબ સરાય વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ દંપતી અને તેમની પુત્રીની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં 55 વર્ષીય રાજેશ, 47 વર્ષીય તેમની પત્ની કોમલ અને પુત્રી કવિતાનો સમાવેશ થાય છે.


દીકરો મોર્નિંગ વોક માટે ગયો હતો

મોર્નિંગ વોક કરીને પુત્ર ઘરે પરત ફર્યો ત્યારે ત્રણેયના મૃતદેહ ઘરમાં પડેલા જોવા મળ્યા હતા. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પુત્રની પૂછપરછ શરૂ કરી હતી.




ઘટના સવારે 5થી 7 વાગ્યાની વચ્ચે બની હતી

પુત્ર સવારે 5 વાગ્યે મોર્નિંગ વોક માટે ગયો હતો અને 7 વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે ખબર પડી કે, ત્રણેયની હત્યા કરવામાં આવી છે. આજે તેના માતા-પિતાની મેરેજ એનિવર્સરી હતી. આ હત્યા સવારે 5થી 7 વાગ્યાની વચ્ચે થઈ હતી.


છરો મારી ત્રણેયની હત્યા કરાઈ

આ લોકો મૂળ હરિયાણાના હતા, પરંતુ વર્ષોથી દક્ષિણ દિલ્હીના દેવલી ગામમાં રહેતા હતા. ત્રણેયની ગળામાં છરો મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આ કેસની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application