વંદે ભારત ટ્રેન કરતા પણ વધુ ઝડપે દોડશે દેશની પ્રથમ નમો ભારત ટ્રેન

  • October 20, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની પ્રથમ રેપિડ મેટ્રો એટલે કે નમો ભારત ટ્રેન પાટા પર દોડવા માટે એકદમ તૈયાર છે. લોકો આ નમો ભારત ટ્રેનમાં ઉદ્ઘાટન બાદ તરત જ તેમાં મુસાફરી કરી શકે છે. આ રેપિડ એક્સ મેટ્રો દિલ્હી અને મેરઠ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. તેમાં પણ તેની પ્રથમ સેવા હાલમાં સાહિબાબાદથી દુહાઈ સુધી માત્ર 17 કિમીની હશે. દેશના વડાપ્રધાન મોદી આ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. તે અન્ય ટ્રેનોની સરખામણીએ વધુ સ્પીડે દોડતી તમામ ટ્રેનો કરતા પણ ફાસ્ટ છે તેનું ભાડું પણ ઘણું ઓછું છે.

ભાડું માત્ર 50 રૂપિયા
આ ટ્રેનમાં બેસીને મુસાફરી કરવા માટે લોકોએ સાહિબાબાદથી દુહાઈ સુધી 50 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જ્યારે પ્રીમિયમ કોચ માટે ભાડું બમણું છે એટલે કે 100 રૂપિયા એક પેસેન્જરે ચૂકવવા પડશે. જ્યારે સાહિબાબાદ અને ગાઝિયાબાદથી મુસાફરી કરવા માટે તમારે સ્ટાન્ડર્ડ કોચમાં 30 રૂપિયા અને પ્રીમિયમ કેટેગરીના કોચમાં 60 રૂપિયા ચૂકવવા પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application