રાજકોટ મનપામાં કાઉન્સિલર મોબાઇલ એપનું લોન્ચિંગ

  • March 13, 2025 02:27 PM 

રાજકોટ મહાનગરપાલિકા સંબંધિત પ્રશ્નો કે ફરિયાદો માટે સામાન્ય રીતે નાગરિક પોતાના વોર્ડના કોર્પોરેટરને રજુઆતો કર્તા હોય છે, અને આ રજુઆતો રાજકોટ મહાનગરપાલિકાના લગત અધિકારીઓ સુધી પહોચાડી તે ફરિયાદોનું નિવારણ લાવવા માટે કાર્યરત હોય છે.આકામગીરીને વધુ સુદ્રઢ, સક્ષમ અને પેપરલેસ બનાવવા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કોર્પોરેટરો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાઉન્સિલર મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેનું તાજેતરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કાઉન્સિલર એપ વિશે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટરોની કામગીરી સરળ બને તે માટે આધુનિક કાઉન્સિલર એપ બનાવવામાં આવી છે. થોડા સમય પહેલા જ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી જેના સારા પરિણામ બાદ કાઉન્સિલર એપ લોન્ચ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા લગત સેવાઓના ફોર્મ્સ, તમામ અધિકારીઓના ટેલીફોન નંબર, વોર્ડ ઓફિસો-આરોગ્ય કેન્દ્રોના સરનામા જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

મ્યુનિસિપલ કમિશનરએ એપ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાઉન્સિલએ એપમાં આવતી રજુઆતો-પ્રશ્નો અંગે દર મહિને રીવ્યુ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એપ સરળ અને સમજી શકાય તેમ ગુજરાતી ભાષામાં ડેવલપ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કોર્પોરેટરો દ્વારા કરવામાં આવતી ફરિયાદો-રજુઆતોના નિવારણ માટે ૨૪ કલાક ઉપલબ્ધ રહી શકીશ. આ એપ્લીકેશન એન્ડ્રોઇડ એપ સ્ટોર, એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.

મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના ડિજિટલ યુગમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરો માટે અદ્યતન મોબાઇલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેથી કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચેની કામગીરી સરળ અને ઝડપી બનશે.

કાઉન્સિલર એપ લોન્ચિંગ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, રાજકોટ મહાપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


કાઉન્સિલર એપની મુખ્ય વિશેષતાઓ...

-રાજકોટ મહાનગરપાલિકા સંબંધિત પ્રશ્નો કે ફરિયાદો માટે સામાન્ય રીતે નાગરિક પોતાના વોર્ડના કોર્પોરેટરને રજુઆતો કર્તા હોય છે, અને આ રજુઆતો મહાનગરપાલિકાના લગત અધિકારીઓ સુધી પહોચાડી તે ફરિયાદોનું નિવારણ લાવવા માટે પ્રયાસરત હોય છે.

-આ કામગીરીને સુદ્રઢ, સક્ષમ અને પેપરલેસ બનાવવા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સરલ બનાવવા માટે કોર્પોરેટરો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ વિકસિત કરવામાં આવી છે.

-આ એપની મદદથી કોર્પોરેટરો પોતાના વોર્ડમાંથી આવતી પ્રજાલક્ષી ફરિયાદો-રજુઆતો જેમ કે સફાઈ, વીજળી, પાણી, ગટર વગેરે જેવી ફરિયાદોને સીધી અપલોડ કરી શકે છે. આ ઉપરાંત તેના લગત રીયલટાઈમ ફોટા અને સંબંધિત અરજી પણ અપલોડ કરી શકશે.

-આ એપની મદદથી રાજકોટ મહાનગર પાલિકાના લગત વિભાગના અધિકારીઓ દ્વારા આ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે અને તેમના દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી પણ જીઓલોકેશન અને ફોટોગ્રાફ્સ સાથે અપલોડ કરી શકશે.

-આ એપ્લીકેશનની મદદથી કોર્પોરેટરની તમામ ફરિયાદોની યાદી વગેરે જેવી માહિતી ઉપલબ્ધ થશે, મહાપાલિકાના વિવિધ અરજીફોર્મ ડાઉનલોડ/શેર કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News