હળવદની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સામે કોપી રાઈટની ફરિયાદ

  • December 14, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ જીઆઇડીસીમાં ટાટા કંપનીના ભળતા લોગો,કલર અને ડીઝાઇન રાખી સાગર કેમ ફૂડ મીઠાના યુનિટ દ્વારા તે બેગમાં મીઠું ભરીને વેચાણ કરવામાં આવતા ટાટા કંપનીના અધિકારી દ્વારા કોપી રાઈટ અંગેની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાવી
દિલ્હી સ્થિત અનુસંધાન ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ.ખાતે આઈપીઆર એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત રોહીતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવતે મૂળ રાજસ્થાનના વતની અને હાલ હળવદ ખાતે રહેતા તથા હળવદ જીઆઈડીસીમાં સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના નામે ફેકટરી ધરાવતા આરોપી આત્મારામ ક્રીશ્નારામ ચૌધરી વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે ટાટા કંપની દ્વારા રોહીતકુમારની સિક્યુરિટી એજન્સીને કન્ઝ્યુમર પ્રોડક્ટના ઓથોરાઈડસ તરીકે પાવર આપેલ છે.જે અન્વયે ટાટા કંપનીના ચા, મીઠું, હિમાલીયા બ્રાંડ વોટર, મસાલા પ્રોડક્ટ સહિતની ટાટા કંપની ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન કરતા વેપારીઓને શોધવાનું કામ રોહીતકુમાર કરે છે.


હળવદ જીઆઈડીસી ખાતે આવેલી સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૬૧ થી ૬૩ તથા ૭૪ થી ૭૭ ખાતે ટાટા કંપનીનુ ડુપ્લીકેટ માર્ક વાળા પેકિંગમા ડુપ્લીકેટ મીઠાનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવે છે. જેથી રોહિતકુમારે હળવદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને તા.૧૨ના રોજ સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.


આ દરોડા દરમિયાન ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ મહાવીર તુલસી શક્તિ સોલ્ટ લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ  ૩૮ કિંમત રૂ.૧૧,૪૦૦ તથા ૭,૨૦૦ જેટલા ખાલી વેસ્ટેજ પાઉચ સહિતના મુદામાલ સાથે સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલીક આત્મારામ ચૌધરી મળી આવ્યા હતા.આ અંગે રોહિત કુમારે આત્મારામ ચૌધરી પાસે ટાટા કંપનીનુ ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટીફીકેટ માંગ્યું હતું. જે આરોપી આત્મારામ ક્રીશ્નારામ ચૌધરી પાસે મળી આવ્યો ન હતું. જેથી પોલીસે ટાટા કંપનીના સામ્યતા ધરાવતા રોલ નંગ ૩૮ કીમત રૂ.૧૧૪૦૦ તથા ખાલી વેસ્ટેજ પાંચ ૭૨૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૧૪૦૦ કબજે કરી કોપી રાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૬૩,૬૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી  હળવદ પીએસઆઇ કે.એન. જેઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application