પોલીસ હેડકવાર્ટરમાં ૧૬૦ તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ

  • December 18, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ હેડકવાર્ટરમાં તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ....
જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે આજે સવારે અલગ અલગ જીલ્લા ખાતેથી પાયાની તાલીમઅર્થે આવેલા કુલ ૧૬૦ તાલીમાર્થીઓની નવ માસની પાયાની તાલીમ પુર્ણ થતા અર્નામ લોકરક્ષકોના દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરાયું હતું, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થીત રહયા હતા.

***
રેન્જના આઇજી અશોકકુમાર યાદવ , એસપી પ્રેમસુખ ડેલુ, ધારાસભ્ય સહિતનાઓની ઉપસ્થિતી

જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતે આજે અલગ અલગ જીલ્લામાંથી પાયાની તાલીમો પુર્ણ કરેલા ૧૬૦ તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યુ હતું, રેન્જ આઇજીના અઘ્યક્ષ સ્થાને આ પરેડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસપી, અન્ય અધિકારીઓ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થીત રહયા હતા.
જામનગરમાં પોલીસ હેડકવાર્ટસ ખાતે ૧૬૦ જવાનોની તાલીમ પૂર્ણ થતાં વિધીવત રીતે પોલીસ ખાતામાં સમાવેશ થયો છે. તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરતાં દિક્ષાંત પરેડ સમારોહ આજરોજ યોજાયો હતો.
જેમાં મુખ્ય મહેમાનપદે રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ બી. સોલંકી, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોશી, જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસના ૧૬૦ લોકરક્ષક તાલીમાર્થીઓ, કે જેઓએ તાલીમ પૂર્ણ કરી હોવાથી પરેડ યોજાઇ હતી. જેમાં બેસ્ટ તાલીમાર્થીઓને તેઓના બેસ્ટ પરફોર્મન્સ બદલ પુરસ્ક્રુત કરાયા હતા. જેઓની આવતીકાલથી પ્રેક્ટીકલ તાલીમ પણ થઈ રહી છે, અને નજીકના ભવિષ્યમાં જ ગુજરાતના પોલીસ બેડામાં તેઓ સામેલ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application