રાજકોટની ભાગોળે આવેલા રામપરા બેટી ખાતે આજે સાંજે યોજાનારા એક કાર્યક્રમમાં રાજકોટ બેઠકના કોંગ્રેસની ટિકિટના પ્રબળ દાવેદાર એવા વિક્રમ સોરાણી તેના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે. આ અંગેની કેટલાક સમયથી ચાલતી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને આજે ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં યોજાનારા મહા સંમેલનમાં વિક્રમ સોરાણી અને તેના સમર્થકો કેસરિયો ખેસ ધારણ કરશે.
રામપરા બેટી ખાતેના કોળી મહાસંમેલનમાં વિક્રમ સોરાણી તાકાતનું પ્રદર્શન કરીને ભાજપમાં જોડાનાર હોવાથી પ્રદેશ પ્રમુખ પાટીલ ઉપરાંત રાજકોટ બેઠકના ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા ભરતભાઈ બોઘરા રાજકોટ જિલ્લા ભાજપ્ના પ્રભારી ધવલભાઇ દવે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિતનાઓ પણ હાજર રહેશે.
વિધાનસભાની ગત ચૂંટણીમાં વાંકાનેર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી લડનાર વિક્રમ સોરાણીને લોકસભાની રાજકોટ બેઠક માટે કોંગ્રેસનું જ એક જૂથ ભારે દબાણ કરતું હતું. પરંતુ સોરાણી કોંગ્રેસના કમિટેડ કાર્યકર ન હોવાથી તેને ટિકિટ ન મળવી જોઈએ તેવો મેં વાંધો ઉઠાવતા રાજકોટમાં સુરતવાળી થતાં સહેજમાં રહી રહી છે તેવી વાત ગયા સપ્તાહે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ડોક્ટર હેમાંગભાઈ વસાવડાએ કરી હતી. હેમાંગભાઈ વસાવડાની આ વાત સાચી હોય તેવું વિક્રમ સોરાણીના ભાજપમાં ભળતા લાગી રહ્યું છે.સાંજે રામપરા બેટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો ભાજપ્ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી કોળી સમાજના આગેવાનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયા છે.
સુરેન્દ્રનગરમાં ભાજપે ચુંવાળિયા કોળી સમાજના ચંદુભાઇ સિહોરાને ઉમેદવાર જાહેર કરતા ચુંવાળિયા અને તળપદા કોળી સમિકરણના મામલે ભારે વિરોધ અને રોષની લાગણી ફેલાવા પામી હતી. વિક્રમ સોરાણીને ભાજપમાં એન્ટ્રી આપીને આ મામલે મોટુ ડેમેજ ક્ધટ્રોલ થઇ રહ્યું હોવાની ચચર્િ સ્થાનિક રાજકારણમાં કરવામાં આવે છે. જોકે, આ ડેમેજ ક્ધટ્રોલ ચૂંટણીમાં રાજકોટ અને સુરેન્દ્રનગર બન્ને બેઠકમાં અસર કરે તેવી ભાજપ્ને આશા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગાય સાથે જધન્ય કૃત્ય કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો
April 12, 2025 12:53 PMજોડિયા: "રામવાડી" માં હનુમાન જ્યંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી
April 12, 2025 12:48 PMસેવક દેવળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
April 12, 2025 12:40 PMખંભાળિયામાં પ્રૌઢ સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા બધડાટી
April 12, 2025 12:39 PMખંભાળિયા નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત
April 12, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech