બગસરા પાલિકા દ્વારા દૂષિત પાણીના વિતરણી લોકોને આરોગ્યનો ખતરો

  • May 06, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિગત અનુસાર બગસરામાં પાલિકા દ્વારા દૂષિત પાણીના વિતરણ તાં લોકો પરેશાન ઈ ગયા છે જ્યારે હાલમાં બગસરામાં નટવરનગર વિસ્તારમાં ચિકનગુનિયા જેવા રોગોના ઘરે ઘરે ભરડો લીધો છે ત્યારે પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે હાલમાં પાલિકા દ્વારા જેતપુર રોડ પરના આવેલ વિસ્તારમાં દૂષિત પાણીી લોકો પરેશાન ઈ ગયા છે જ્યારે હાલમાં બગસરામાં તાવ શરદીના અઢળક કેસો આવી રહ્યા છે ત્યારે એક જાગૃત દ્વારા પાણી વિતરકને ફરિયાદ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હાલમાં દૂષિત પાણી જ આવશે તેવા ઉડાઉ અને અપમાનજનક જવાબ આપતા આ વિસ્તારના લોકો રોષે ભરાયા છે. જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું કે આ બાબતની ફરીયાદ અમોને મળતા અમોએ તેના ઉપર કાર્યવાહી કરી ક્લોરિનની માત્રા વધારી દેવામાં આવી છે 
પરતું હાલમાં ડેમનું પાણી વિતરણ કરવામાં આવે છે તે માટે ોડું દૂષિત આવે છે જ્યારે આ બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે આવું દૂષિત પાણી પીવું કેવી રીતે અને લોકોને મદદ કરવાને બદલે રોગચાળાને પાલિકા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે બગસરામાં રોગચાળાના વધતા જતા કેસોના લીધે જનજીવન પર માઠી અસરો જોવા મળી રહી છે ત્યારે શું પાલિકા દ્વારા લોકો જીવન સો ચેડા કરી રહી છે કે પછી આઘોર તંત્ર દ્વારા આવા દૂષિત પાણી પીવડાવીને લોકોને બીમારી તરફ ધકેલાઈ રહ્યું છે. આવા અનેક પ્રકારના સવાલો લોકો દ્વારા ઉઠી રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application