બે એમજી કારમાં કંપનીફોલ્ટ બાબતે રૂા.૪૩.૧૨ લાખ વળતર, ખર્ચ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હુકમ

  • January 07, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીમાં એમ.જી. કંપનીની બે કારમાં કંપનીફોલ્ટ હોવા બાબતે ગ્રાહક અદાલત દ્રારા અનુક્રમે ા. ૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯,૫૪૩ ૯ ટકા વ્યાજ સાથે અને ૩૫૦૦૦ તેમજ ૨૫૦૦૦ અન્ય ખર્ચ સાથે ચુકવવા એમ.જી. મોટર્સ ઇન્ડિયા પ્રા. લી.ને હત્પકમ કરાયો છે.
આ કેસની હકીકત મુજબ, મોરબીના વતની અનવરભાઈ અલારખાભાઈ કાસમાણીએ એમ.જી. મોટર ઇન્ડિયા પ્રા.લી. એમ.જી. મોટર ઇન્ડીયા જેની ડીલરશિપ જય ગણેશ ઓટો કાર પ્રા.લી રાજકોટ હોય તેમની પાસેથી એમ.જી. હેકટર અને બીજી કાર એમ.જી. ઝેડએસએવી ઇલેકટ્રીક જેની કિંમત ૨૪,૯૨,૬૮૦ અને ૧૮, ૧૯,૫૪૩ છે બંન્ને કારમાં કંપની મિસ્ટેક બાબતે ગ્રાહકે વારંવાર કંપની તથા ડીલરને જાણ કરેલ પરંતુ દાદ આપેલ નહીં, તેમાં એક કારને સુરતથી અમદાવાદ આવતાં બ્રેક ફેઈલ થઈ ગઈ અને બીજી કારને રાજકોટ રતનપર પાસે બ્રેક ફેઇલ થતાં બીજી કાર સાથે ટકરાઈ ગઇ હતી. કાર આપતી વખતે ગ્રાહકને કંપનીએ કહેલ કે પાંચ વર્ષની ગેરંટી છે, બંને કારમાં કંપની ફોલ્ટ હોઈ તેની સેવામાં ખામી જણાતા ગ્રાહકે મોરબી શહેરજિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ, તેમાં કોર્ટે અનવરભાઈને ા. ૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯, ૫૪૩ પિયા ૯ ટકા ના વ્યાજ સાથે તા. ૨૮ ૬ ૨૦૨૩થી તેમજ ૩૫૦૦૦ અને ૨૫૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કર્યેા છે. કંપની મિસ્ટેક હોય તો કાં ગાડી બદલાવવી આપવી જોઇએ અગર વ્યાજ સહીત રકમ પરત આપવી જોઇએ.
આ તકે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખપ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે, કોઇપણ ગ્રાહકે વાહન કે વસ્તુ લેતા પહેલા ગેરેન્ટી અગર જે ટમ્ર્સ અને કન્ડીશન જોઈ લેવી જરી છે. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application