જી.જી.હોસ્પિટલ પરિસરમાં પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક બનાવવાના કાર્યનો શુભારંભ કરાયો

  • December 26, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા

જામનગર મહાનગર પાલિકાની સ્લમ  શાખા દ્વારા  ગૂડ ગવર્નન્સ  ડે ના રોજ અને ભારત સરકાર દ્વારા  સ્વચ્છ  ભારત  અભિયાન  ૨.૦ ના પ્રારંભના શુભ  અવસરે જામનગર  શહેરમા નવા એસપીરેશનલ પે એન્ડ યુઝ ટોઈલેટ  બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.
જે અંતર્ગત જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના પરિસરમા પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવવાના કામનુ ખાતમુહૂર્ત ઘારાસભ્ય દિવ્યેશભાઈ  અકબરી,  મેયર વિનોદભાઈ ખીમસૂરયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશીની ઉપસ્થિતિમાં કરવામા આવ્યુ હતું.
 આ કાર્યક્રમમા જી.જી. હોસ્પિટલના ડીન નંદિનીબેન દેસાઈ, તબિબી  અધિક્ષક ડો. દિપકભાઈ તિવારી તથા ટીમ અને સ્લમ શાખાના નાયબ ઈજનેર અશોક જોશી અને ટીમ પણ હાજર રહી હતી, આ પ્રસંગે બંને ધારાસભ્ય ગુણવત્તા યુક્ત બાંધકામ કરવા અને જરૂર પડ્યે ગ્રાંટ ફાળવશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application