જામનગરમાં ‘સંવિધાન દિવસ’ની ઉજવણી: બાબાસાહેબની પ્રતિમાને હારતોરા

  • November 27, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તમામ રાજકીય પક્ષોએ જૂદા-જૂદા કાર્યક્રમો આપ્યા હતાં. ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલ કગથરા અને ભાજપના વરિષ્ઠ આગેવાનો જોડાયા હતાં. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા લાલ બંગલા ખાતે આવેલી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતાં જેમાં પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રદેશ કોંગી અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદા, પ્રદેશ કોંગ્રેસના સહારાબેન મકવાણા, નગરસેવકો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, આનંદભાઈ રાઠોડ સહિતના જોડાયા હતાં. આમ આદમી પાર્ટી દ્વારા પણ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતાં જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશનભાઈ કરમુર, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ સહિતના ‘આપ’ના આગેવાનો જોડાયા હતાં. આમ આખો દિવસ શહેરમાં સંવિધાન દિવસની ઉજવણી ચાલી હતી.
***
જામનગર હેડકવાર્ટર ખાતે સંવિધાન દિવસની ઉજવણી
ભારતના બંધારણના સંદર્ભમાં લોક જાગૃતી કેળવવા પ્રતિ વર્ષ તા. ૨૬ નવેમ્બરના રોજ સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે જે અંતર્ગત જામનગર જીલ્લા કક્ષાનો એક સેમીનાર તા. ૨૬ રવિવાર શ‚ સેકશન રોડ, પોલીસ હેડકવાર્ટર કોન્ફરન્સ હોલ ખાતે સવારે યોજવામાં આવ્યો હતો, સંવિધાનની ઉજવણીના આ કાર્યક્રમ નિમિતે તમામ મહાનુભાવોને મંચ પર સ્થાન આપવામાં આવ્યુ હતું, સંવિધાન પુસ્તક તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા-છબી સમક્ષ દિપ પ્રાગટય કરાયું હતું અને મંચસ્ત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતું એ પછી બંધારણના આમુખનું સમુહ વાંચન (બંધારણીય સોગંદવિધી), સ્વાગત પ્રવચન પી.જે. પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું અને આ તકે પ્રસંગોચીત ઉદબોધન જેમાં જનરલ સ્પીચ ડીજીપી જે.કે. ભંડેરી દ્વારા તથા વિષય અનુ‚પ ઉદબોધન સિનીયર એડવોકેટ વી.એચ. કનારા અને મુખ્ય મહેમાન એડી. સેસન્સ જજ એ.બી. ભટ્ટ દ્વારા ઉદબોધન અને આભારવિધી આર.કે. વશીયર દ્વારા કરવામાં આવી હતી, પ્રોગ્રામ ઇન્ચાર્જ પિયુષ પરમાર રહયા હતા, કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા, જજ, સિનીયર એડવોકેટ સહિતના ઉપસ્થીત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application