NRI ની કિંમત મિલકત પચાવી પાડવા કાવતરૂ

  • August 30, 2023 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ફુલછાબ ચોક પાસે આવેલી મોતીરામ બિલ્ડિંગમાં કિંમતી મિલકત પચાવવા માટે કાવત રચ્યા અંગેની કેનેડાનું નાગરિકત્વ ધરાવનાર અને હાલ શ્રોફ રોડ પર રહેતા વૃધ્ધાએ મુંબઇ રહેતા સગાભાઇ, દીયર સહિતના સામે ફરિયાદ નોંધાવી છે.આ મિલકત પરથી ૨૦ હજારના સામાનની ચોરી થઇ ગયાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.રાજકોટમાં શ્રોફ રોડ પર ચાણકય એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૬૬૨બી માં રહેતા દક્ષાબેન રમેશભાઇ રાવલ(ઉ.વ ૬૪) દ્રારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇ રહેતા સગા ભાઇ શરદ ચંદ્રશંકરભાઇ દ્રીવેદી અને દીયર ભરત છેલશંકરભાઇ રાવલ(રહે.રાજકોટ) તથા ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.દક્ષાબેન અહીં એકલા રહે છે અને તેઓ કેનેડાનું નાગરીકત્વ ધરાવે છે.તેમના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જે પણ કેનેડામાં રહે છે.


દક્ષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે,તેમના પિતા ચંદ્રશંકર ગીરજાશંકર દ્રીવેદી છે જેમને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે.જેમાં સૌથી નાના ફરિયાદી દક્ષાબેન છે. ફુલછાબ જનસતા રોડ પર આવેલ મોતીરામ બિલ્ડિંગ ફરિયાદીના પિતાની મિલકત હતી.ફરિયાદીના પિતાનું તા.૧૦૦૬૨૦૧૧ના અવસાન થયું હતું.દક્ષાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે,મારા પિતાએ તેમની હયાતીમાં મોતીરામ બિલ્ડિંગમાં સેલરમાં આવેલા બંને ગોડાઉન નયનાબેન ગોકાણીને વેચ્યા હતા તદુપરાંત પાછળના ભાગે આવેલ સિંગલ માળનું મકાન જયેશભાઈ રામજીભાઈ ધેટીયાને વેચ્યું હતું તેમજ મોતીરામ બિલ્ડિંગમાં મારા મોટાભાઈ શરદભાઈને ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ દુકાન નંબર ૧માં તેનો હિસ્સો આપેલ જે દુકાન શરદભાઈએ નિમેશભાઈ નાગરચાને વેચી દીધી હતી ઉપરાંત મારા પિતાએ મારા મોટાભાઈ શરદભાઈને મોતીરામ બિલ્ડિંગમાં ત્રીજા માળની અનબિલ્ટ એફએસઆઇ આખો માળ હિસ્સે આપેલ.

શરદભાઈને ગુમુખદાસ સિંધીવાળી જગ્યા આપેલી હતી તેમજ મિલકતોમાંથી ત્રીજા માળની અનબિલ્ટ એફએસઆઇ વાળી જગ્યા મારા મોટાભાઈ શરદભાઈને મારા પિતાએ ફારગતી સ્ટેમ્પ પેપર થી ૧૦૬૧૯૯૯ ના રોજ લખી આપી હતી. મારા પિતાએ તે મિલકતો સોંપી આપેલ તેનું કારણ કે મારા ભાઈ શરદને નાણાની ખૂબ જ જરિયાત હતી અને ગુમુખદાસ વાળું એટલે કે ઝરીનાબેનવાળું મકાન વેચાતું ન હતું અને મારા પિતાની દુકાન નંબર બે ઝડપથી વેચાતા દુકાનનું આવેલ પેમેન્ટ શરદભાઈએ લઈ લીધું હતું અને બાદ શરદભાઈએ ફારગતી મારા પિતાની તરફેણમાં લખી આપી હતી તેથી મોતીરામ બિલ્ડીંગમાં મારા મોટાભાઈ શરદભાઈની કોઈ જ મિલકત કે હિસ્સો ભાગ પૂરા થઈ ગયેલ. આજની તારીખે મોતીરામ બિલ્ડીંગમાં મારા મોટાભાઈ શરદભાઈની કોઈ જ મિલકત કે હક અધિકાર રહેલ નથી હાલ આ બિલ્ડિંગમાં આવેલ ત્રણ મિલકતના હકદાર અમે છીએ.


દરમિયાન મને જાણવા મળ્યું કે, શરદભાઈએ મારી પ્રોપર્ટીમાં ભાગ ન હોવા છતાં પોતાનો ભાગ હોવાની હકીકત વાળો ખોટો ઓથોરિટી લેટર કિંમતી જામીનગરી તૈયાર કરી આ ઓથોરિટી લેટર મારા સગા દિયર ભરતભાઈ રાવલને આપેલ અને આ ભરત રાવલે ખોટો ઓથોરિટીનો ખરા તરીકે ઉપયોગ કરી આ પ્રોપર્ટીની માલિકી મારા મોટાભાઈ શરદ ભાઈ સીધી લીટીના વારસદાર છે તેવી ખોટી માહિતી વાળી નોટિસ વકીલ મારફતે પ્રસિદ્ધ કરાવી હતી. જેથી ગત તારીખ ૧૪ ૭૨૦૨૩ ના સાંજના સમયે હત્પં અહીં મોતીરામ બિલ્ડિંગમાં ગયેલ ત્યારે બિલ્ડિંગના દરવાજા ગ્રીલના તાળા ખુલેલા હતા અને અંદર જોતા ત્રણ અજાણયા શખસો બિલ્ડીંગની અંદર ઓફિસમાં ગેરકાયદે પ્રવેશ કરી અમારી ઓફિસની ખુરશીમાં બેઠેલા હતા જેથી તેની ફોટોગ્રાફી કરી લીધી હતી. હત્પં તેઓની પાસે જતા તેઓ જતા રહ્યા હતા ત્યારબાદ બાજુની ઓફિસમાં જોતા અમારી ઓફિસમાં રહેલ સિંગલ બેડના બે સોફાસેટ તેમજ એક લાકડાનું ટેબલ બિલ્ડીંગના અંદર ભોય તળિયે રાખેલ કડિયા કામના બકડીયા પાવડા સહિત .૨૦,૦૦૦ ની વસ્તુઓ કોઈ ચોરી કરી ગયું હતું. જેથી મામલે ફરિયાદીએ પોતાના સગા ભાઈ દિયર અને ૩ અજાણ્યા શખસો સામે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૩૮૦, ૪૫૪, ૪૯૭, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.એ.ખોખર ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application