એક સાહ બાદ નવું બજેટ આવવાનું છે. આ બજેટમાં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમના ગ્રાહકોને સરકાર તરફથી ભેટ મળી શકે છે. કેટલાક રિપોટર્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બજેટમાં એનપીએસ પર ટેકસ બેનિફિટસની જાહેરાત કરી શકે છે, જેથી કરીને તેને વધુ આકર્ષક બનાવી શકાય.
રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમને વધુ આકર્ષક બનાવવા માટે બજેટમાં જાહેરાત કરી શકે છે. એનપીએસમાં યોગદાન અને એનપીએસમાંથી ઉપાડ પર લોકોને ટેકસમાં છૂટ આપવા અંગે વિચારણા ચાલી રહી છે. અહેવાલ મુજબ, પેન્શન ફડં રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફડં ઓફિસની સમકક્ષ એમ્પ્લોયરના યોગદાનના કિસ્સામાં કરવેરા બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી બજેટમાં પીએફઆરડીએના આ પ્રસ્તાવને લાગુ કરી શકે છે. પીએફઆરડીએ એનપીએસના ભંડોળનું સંચાલન કરે છે.
એનપીએસમાં નોકરીદાતાઓના યોગદાનમાં અસમાનતા છે. એનપીએસમાં કંપનીઓ દ્રારા મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના ૧૦% સુધીનું યોગદાન કરમુકત છે, યારે ઈપીએફઓના કિસ્સામાં તે ૧૨% છે. પેન્શન ફડં રેગ્યુલેટર પીએફઆરડીએએ તાજેતરમાં સરકારને એનપીએસમાં એમ્પ્લોયરના યોગદાનને ૧૨% સુધી મર્યાદિત કરવાની ભલામણ કરી છે.
ઉલ્લેખનીય છે કે સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શ થઈ રહ્યું છે. ૩૧ જાન્યુઆરીએ આર્થિક સમીક્ષા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનું આ સતત છઠ્ઠત્પં બજેટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ હશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં આવશે. ચૂંટણી બાદ બનેલી સરકાર પછીથી સંપૂર્ણ બજેટ લાવશે.
એનપીએસ ને વધુ આકર્ષક બનાવવા માટે જે દરખાસ્તો કરવામાં આવી છે તેમાંની એક એનપીએસના વાર્ષિકી ભાગને ૭૫ વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે કરમુકત બનાવવાનો છે. હાલમાં, એનપીએસમાંથી ૬૦ ટકા એકીકૃત ઉપાડ કરમુકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech