ઈશ્વવરીયા પાર્કમાંથી ગોલ્ફનું મેદાન અલગ કરવા વિચારણા: પાર્કમાં સોલાર સીસ્ટમ મુકાશે

  • November 22, 2023 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલ ઈશ્વરીયા પાર્કને ડેવલપ કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ મળી હતી અને તેમાં લેવાયેલા નિર્ણય મુજબ વીજળીનો ખર્ચ બચાવવા સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે.પાર્કની મુલાકાતે આવતા લોકોની સગવડતા માટે ઈ રીક્ષા ચાલુ કરવા અને ગોલ્ફ ક્લબને ઈશ્વરીયા પાર્કથી અલગ કરવાના મામલે પણ ચર્ચા  થઈ હતી. જોકે આ બંને બાબતમાં હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

ઈશ્વરીયા પાર્ક ખાતે કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં પાર્કના વિકાસ અંગેની મિટિંગ યોજાઈ હતી. પાર્કમાં ક્લબ હાઉસ પાસેની લોનમાં કલેક્ટરે વિવિધ સંબંધિત અધિકારી તેમજ કર્મચારીઓ સાથે મીટીંગ યોજી હતી.કલેક્ટરે પાર્ક ખાતે ઉપલબ્ધ ઇનફ્રાસ્ટ્રકચર, સ્ટાફ તેમજ પાર્કની જાળવણી, નવા જરૂરી બાંધકામો, પ્રોજેક્ટ્સ વગેરે અંગેની માહિતી મેળવી હતી. કલેક્ટરે બાળકો માટેના હીંચકા, મુલાકાતીઓ માટે શૌચાલય, સાઈન બોર્ડ, લાઈટિંગ વગેરે સુવિધાઓમાં જરૂરી સમારકામ તાત્કાલિક ધોરણે કરવા માટે સૂચના આપી હતી. તેમજ વૃક્ષોને ખાતર અને પાણી આપવાની, નવા વૃક્ષો વાવવાની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત, પાર્કના રી-ડેવલપમેન્ટ અર્થે પ્રપોઝલ તૈયાર કરીને પ્રક્રિયા શરૂ કરવા માટે તાકીદ કરી હતી.
આ મિટિંગમાં અધિક કલેક્ટર કે.જી. ચૌધરી, ડી.એફ.ઓ. તુષાર પટેલ, મામલતદાર જૈનમ કાકડિયા તેમજ માર્ગ અને મકાન, પાણી પુરવઠા વિભાગ તેમજ કાર્યરત એજન્સીના અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application