અમદાવાદ, વડોદરા અને સુરતમાં જેટલા રિંગ રોડ છે તેટલા રાજકોટમાં નથી તેના માટે જવાબદાર રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડા) છે. રાજકોટ શહેરમાં જનસંખ્યા કરતા વાહનોની સંખ્યા વધી ગઇ છે તેમજ વસ્તી અને વિસ્તારોનો વિકાસ કૂદકે ને ભૂસકે થઇ રહ્યો છે ત્યારે હવે ફકત નવા બ્રિજ બનાવીને કે જુના રસ્તાઓ પહોળા કરવાથી ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેવી સ્થિતિ રહી નથી, નવા રિંગ રોડ બનતા રહે તો જ વાહનો શહેરમાં પ્રવેશવાનું બધં થશે. દરમિયાન આજથી એક દાયકા પૂર્વે જાહેર કરાયેલો રિંગ રોડ–૩નો પ્રોજેકટ આગળ ધપાવવા ડામાં ગંભીર વિચારણા શ કરાઇ હોવાનું જાણવા મળે છે.
વર્ષ–૨૦૧૩માં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન પદે અજય ભાદૂ કાર્યરત હતા ત્યારે ડાએ રાજકોટમાં રિંગ રોડ–૩ બનશે તેવું જાહેર કયુ હતું અને તે કયાંથી શ થશે અને કયાં પૂર્ણ થશે તેમજ કેટલા ગામોમાંથી પસાર થશે તેની તદ્દન પ્રાથમિક વિગતો પણ જાહેર કરી હતી. જો કે ત્યારબાદ ૨૦૧૪માં રાષ્ટ્ર્રીય અને રાય સ્તરીય રાજકીય સમીકરણો બદલાયા અને અધિકારીઓની બદલી થતા આ પ્રોજેકટ આગળ ધપ્યો ન હતો. દરમિયાન ૧૦ વર્ષ બાદ ડામાં ફરી રિંગ રોડ–૩ના પ્રોજેકટને આગળ ધપાવવા ગંભીર વિચારણા શ થઇ હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં ડામાં બજેટ તૈયાર કરવા માટે મળેલી મિટિંગમાં પણ રિંગ રોડ–૩નો પ્રોજેકટ બજેટમાં દર્શાવવો કે કેમ ? તે અંગે ચર્ચા થયાનું સુત્રોમાંથી જાણવા મળે છે. હાલ ફકત ચર્ચા જ થઇ છે શું કરવું તે અંગે તંત્રવાહકો કોઇ નિષ્કર્ષ સુધી પહોંચ્યા નથી. રિંગ રોડ–૩ના પ્રોજેકટ મામલે શાસકો સાથે પણ વિચાર વિમર્શ થશે તેમ જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રિંગ રોડ–૨નું કામ મહદ અંશે પૂર્ણ થવા આવ્યું છે ત્યારે રિંગ રોડ–૩ના પ્રોજેકટનું કામ શ કરાઇ તેવી શકયતા છે. લોકસભા ચૂંટણી વર્ષમાં ડાના બજેટમાં કંઇક નવું, આકર્ષક અને સુવિધાલક્ષી ઉમેરવું હોય તો રિંગ રોડ–૩નો પ્રોજેકટ સૌથી યોગ્ય છે વળી મામલો ફકત પ્લાનિંગના તબક્કે હોય ત્યારે આ માટે સૈદ્ધાંતિક જોગવાઇ જ કરવાની રહે છે, બજેટરી (નાણાંકીય) જોગવાઇ કરવાની થતી નથી આમ રિંગ રોડ–૩ના પ્રોજેકટ માટે હાલ સાનુકૂળ સંજોગો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech