કર્ણાટકમાં કોંગ્રેસ બહુમતીની નજીક, ધારાસભ્યોને બેંગ્લોર પહોંચવા આદેશ

  • May 13, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતગતરીનો પ્રારંભ થયો છે. જેમાં પ્રારંભિક વલણમાં કર્ણાટકમાં કોંગ્રેસ બહુમતીની નજીક પહોંચી છે. જેમાં કોંગ્રેસને 105  બેઠકો પર ભાજપ 81 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ  32 બેઠક પર આગળ છે. જેના પગલે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને બેંગલોર પહોંચવા આદેશ આપ્યો છે.

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે હું ખૂબ  ખુશ છું કે કોંગ્રેસે તેની હારમાંથી પાઠ શીખ્યો છે અને આજે તે જીત તરફ આગળ વધી રહી છે. કર્ણાટકના વલણો કોંગ્રેસની સરકાર બનવાના સંકેત આપી રહ્યા છે.


કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે કે તેમની પાર્ટીને જંગી બહુમતી મળશે, તેમાં કોઈ શંકા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નકારાત્મક, વિભાજનકારી અભિયાન કામ કરી શક્યું નથી.

કર્ણાટકમાં મતગણતરી વચ્ચે બીજેપી નેતા સદાનંદ ગૌડાએ બેંગલુરુમાં કહ્યું કે કોઈ પણ અંતિમ નિર્ણય આપવો ખૂબ જ વહેલું છે. 3-4 રાઉન્ડની મતગણતરી બાદ જ સ્થિતિ થોડી સ્પષ્ટ થશે. આ પણ અંતિમ નથી, દરેક તબક્કો એક ચઢાવની લડાઈ છે કારણ કે આપણા વિરોધ પક્ષો (INC અને INC) એ હાથ મિલાવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application