ઉમેદવારોની જાહેરાતમાં ભાજપે ભારે ઉતાવળ કરી છે અને કોંગ્રેસે વધુ પડતી ઢીલ કરી છે તેવી રાજકીય ચર્ચા વચ્ચે કોંગ્રેસે લોકસભાની ગુજરાતની ૨૬ બેઠક માટેના અને વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના ઉમેદવારોને પસંદગીમાં વધુ પ્રાધાન્ય આપીને જ્ઞાતિવાદના સમીકરણમાં રાજકીય સ્ટ્રોક માર્યેા છે તેવી ચર્ચા શ થઈ ગઈ છે. કોંગ્રેસનું જ્ઞાતિવાદનું આ ગણિત ચૂંટણીના પરિણામમાં શું અસર લાવે છે ? તેની ખબર તો તારીખ ચાર જૂનના મતગણતરીના અને પરિણામના દિવસે પડશે.
કોંગ્રેસે લેઉવા પટેલ સમાજના જે.પી.મારવિયાને જામનગર બેઠકની, જેનીબેન ઠુંમરને અમરેલી બેઠકની, લલિતભાઈ વસોયાને પોરબંદર બેઠકની ટિકિટ આપીને ત્રણ લેઉવા પટેલ સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. શનિવારે રાત્રે જાહેર થયેલા અંતિમ લિસ્ટમાં રાજકોટ બેઠકમાં અમરેલીના પરેશ ધાનાણીનું નામ સત્તાવાર રીતે જાહેર કરતા લેઉવા ઉમેદવારોની સંખ્યા સૌરાષ્ટ્ર્રની સાત બેઠકમાંથી ચાર બેઠકમાં જોવા મળે છે. આવું ઘણા લાંબા સમય પછી થઈ રહ્યું હોવાનું રાજકીય નિરીક્ષકો જણાવી રહ્યા છે.
લેઉવા પટેલને પોતાની તરફ કરવામાં કડવા પટેલ સમાજ પણ નારાજ ન થાય તે માટેનું પૂરતું ધ્યાન ટિકિટની ફાળવણીમાં કરવામાં આવ્યું છે. શનિવારે જે ઉમેદવારના નામ જાહેર કર્યા છે તેમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદર બેઠક પર ૪૦ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને પાટીદારની અનેક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય રીતે કામ કરતા હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા નામના કડવા પટેલ સમાજના આગેવાને ટિકિટ આપી છે.
કોંગ્રેસે લોકસભાની સૌરાષ્ટ્ર્રની સાતમાંથી ચાર બેઠકમાં લેઉવા પટેલ સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તો વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં માણાવદરમાં હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા, વિજાપુરમાં દિનેશભાઈ પટેલને ટિકિટ આપી છે.લોકસભાની ચૂંટણીમાં અગાઉ માધવસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા જેવા ક્ષત્રિય સમાજના નેતાઓનો દબદબો હતો.
પરંતુ છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ અને ભાજપના રાજકારણમાં આ સમાજ હાસિયામા ધકેલાઈ ગયો છે. પરંતુ ક્ષત્રિય સમાજ દ્રારા અત્યારે આંદોલન ચાલી રહ્યું છે તેવા સમયે કોંગ્રેસે બરાબરની સોગઠી મારીને મહેસાણા બેઠક પર ક્ષત્રિય સેનાના પ્રમુખ અને કોંગ્રેસના વરિ નેતા મહેસાણા જિલ્લાના આગેવાન રામાજીભાઈ ઠાકોરને મહેસાણા બેઠકની ટિકિટ આપી છે. રામજીભાઈ ઠાકોર અગાઉ ખેરાલુ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકયા છે.
આ ઉપરાંત વિધાનસભાની વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાન તથા અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે. વિધાનસભાની ખંભાત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આણદં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ મહેન્દ્રસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે.
લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિવાદના સમીકરણો બેલેન્સ કરવામાં કોંગ્રેસે લેઉવા પટેલ સમાજને ચાર, કડવા પટેલને એક ટિકિટ આપી છે. તો જૂનાગઢમાં આહીર, કચ્છમાં દલિત, સુરેન્દ્રનગરમાં કોળી ઉમેદવારોને પણ ટિકિટ આપીને જ્ઞાતિવાદની વોટ બેન્ક પોતાની તરફ વાળવાના પ્રયાસો કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech