ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગઈ કાલે મોડી સાંજે લોકસભાની બેઠકના પોતાના 231 ઉમેદવારો નું લિસ્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં અગાઉ જાહેર થયેલા નામો પણ આ લીસ્ટમાં જોવા મળે છે. પરંતુ સાથોસાથ કચ્છ બનાસકાંઠા અમદાવાદ પૂર્વ બારડોલી અને વલસાડ બેઠકના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ સહિત સાત બેઠકનાના મામલે સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભરૂચ અને ભાવનગર બેઠક સીટ શેરિંગના મામલે આમ આદમીના પાર્ટીના ફાળે ગઈ છે અને હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિત સાત બેઠકના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. રાજકોટમાં પાલાનો ઈસ્યુ કેવી રીતે પુરો થાય છે તેના પર કોંગ્રેસના ઉમેદવાર પસંદ કરાશે. સુરેન્દ્રનગરમાં પણ ચુવાળિયા કોળી અને તળપદા કોળી વચ્ચેના જંગમાં કોળી જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરવા કે ક્ષત્રિય સમાજને મેદાનમાં ઉતારવા તે મામલે અવઢવ છે.
ગઈકાલે જે પાંચ બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં કચ્છમાં નીતિશભાઈ લાલન બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી અને શેડ્યુલ કાસ્ટ ની વલસાડની અનામત બેઠક પર અનંતભાઈ પટેલને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કયર્િ છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે અગાઉ જાહેર થયેલા રોહન ગુપ્તાએ ટિકિટ પાછી આપતા આ બેઠક પર ભરતભાઈ મકવાણાને મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસે અગાઉ 12 ઉમેદવારો જાહેર કયર્િ છે તેમાં અમરેલીમાં ગેનીબેન ઠુંમર પોરબંદરમાં લલિતભાઈ વસોયા જામનગરમાં જે.પી.મારવીયા છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા પાટણમાં ચંદનજી ઠાકોર સાબરકાંઠામાં તુષાર ચૌધરી ખેડામાં કાળુસિંહ ડાભી પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ દાહોદમાં ડોક્ટર પ્રભાબેન તાવીયાડ સુરતમાં નિલેશભાઈ કુંભાણી આણંદમાં અમિતભાઈ ચાવડા ગાંધીનગરમાં સોનલબેન પટેલના નામ અગાઉના લિસ્ટમાં જાહેર થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેક્સની સંમતિનો અર્થ મહિલાની અંગત પળને કેમેરામાં કેદ કરવાની મંજુરી નથી
January 23, 2025 10:25 AMજામનગરનાં મોમાઇનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
January 23, 2025 10:22 AMજામનગરના આસામીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની રૂ. ૩,૬૫,૮૦૦ નો દંડ
January 23, 2025 10:20 AMચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની મુજબ રકમનો દંડ
January 23, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech