અગ્નિકાંડ: ૨૫મીએ રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન

  • June 10, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૭ વ્યકિતઓનો ભોગ લેનાર અગ્નિકાંડની ઘટનાને પુરા ૧૭ દિવસ થઈ ગયા પછી પણ આ સંદર્ભે ચાલતી તપાસમાં કોઈ મોટા માથાની ધરપકડ કરવામાં આવી નથી કે તેમની સંડોવણી હોવાનું જાહેર કરાયું નથી. માત્ર સમય પસાર કરવા માટે અને મોટા માથાઓને છાવરવા તપાસ ચાલતી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીેશભાઈ મેવાણીએ આગામી તારીખ ૨૫ ના રોજ રાજકોટ બંધનું એલાન આપ્યું છે.

'આજકાલ'ના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા સાથેની વાતચીતમાં જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે આગામી તારીખ ૧૫ ના રોજ અમે આ મામલે પોલીસ કમિશનર કચેરી સામે દેખાવો કરવાના છીએ.અગ્નિકાંડના પ્રકરણની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદીને જવાબદારી સોંપી છે નિવૃત્તિના આરે ઉભેલા આ આઈપીએસ અધિકારીએ તેમની સમગ્ર કેરિયર દરમિયાન કયારેય એક પણ મોટા માથાની ધરપકડ કરી નથી. મોરબી બ્રીજ પ્રકરણની તપાસ પણ તેની પાસે છે. ૩૭૧ સાક્ષી રાખવામાં આવ્યા છે. આરોપી જયસુખ પટેલ વતી પાંચ વકીલો હાઇકોર્ટમાં સાક્ષીઓને પ્રશ્નો પૂછે છે. અને આ પાંચે પાંચ વકીલો તમામ ૩૭૧ સાક્ષીઓની પૂછપરછ કરે તો ૨૦ વર્ષે પણ ટ્રાયલ ન થાય તેવું જાણીબુજીને કરાયું છે.

જીજ્ઞેશ મેવાણી એ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં મોક ડ્રીલ દરમિયાન એક પોલીસના પેટમાં સુભાષ ત્રિવેદીએ ગોળી ગરબી દીધી હતી. આ સમયે તેની નોકરી અને પદ બંને જાય તેમ હતા પરંતુ તેમ થયું ન હતું. સરકારના અહેસાન તળે દબાયેલા આ અધિકારી તટસ્થ તપાસ કરે તેવી શકયતા ઓછી છે. જામનગરમાં કસ્ટોડિયલ ટોર્ચરના એક પ્રકરણમાં 'તમારી સામે સીબીઆઇની તપાસ કેમ ન કરવી '?તેવી કોમેન્ટ હાઇકોર્ટે કરી હતી. ભૂતકાળમાં લઠ્ઠા પ્રકરણ, મોરબી બ્રિજ અને મગફળી કાંડમાં પણ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. અિકાડ બનાવમાં આવું ન થાય તે માટે નિર્લિ રાય, સુધા પાંડે, સુજાતા મજમુદાર જેવા અધિકારીઓને સીટના વડા તરીકે જવાબદારી સોપવાની કોંગ્રેસની માગણી છે. જીેશ મેવાણી એ અંતમાં જણાવ્યું હતું કે પીડિત પરિવારોને ૪,૦૦,૦૦૦ની સહાય મશ્કરી સમાન છે. ઓછામાં ઓછી એક કરોડની સહાય આપવી જોઈએ અને આ કેસનું ઝડપી નિરાકરણ એકાદ દોઢ વર્ષમાં આવી જાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તે ચલાવવો જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application