સોનાક્ષી સિંહાએ આખરે તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આજે બંનેએ લગ્ન કરી લીધા અને પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરી.
સોનાક્ષી સિન્હાએ આખરે પોતાના જીવનના પ્રેમી એવા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. લગ્નના ફંક્શન પહેલા સોનાક્ષી સિન્હા અને ઝહીરે પોતાના લગ્નની તસવીરો શેર કરીને ચાહકોના દિલને ખુશ કરી દીધા છે. આજે મુંબઈના બાસ્ટિયનમાં તેમના લગ્નની ઉજવણી છે જેમાં બોલિવૂડની હસ્તીઓ પણ હાજરી આપી રહી છે. જુઓ તેમના લગ્નની તસવીરો.
સોનાક્ષી સિન્હાના લગ્નની વિધિઓ શુક્રવારથી જ શરૂ થઈ ગઈ હતી. પ્રથમ દિવસે મહેંદી વિધિ હતી અને શનિવારે તેમના ઘરે રામાયણમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આખરે સોનાક્ષી અને ઝહીરે લગ્ન કરી લીધા. તેમના લગ્ન હિંદુ કે મુસ્લિમ રિવાજો મુજબ થયા ન હતા પરંતુ તેઓએ સિવિલ મેરેજ કર્યા.
વેડિંગ ફંક્શનમાં પહોંચ્યા આ સ્ટાર્સ
આજે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નનું ફંક્શન છે, જે બસ્ટિયનમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં હુમા કુરેશી, સાકિબ સલીમ, અદિતિ રાવ હૈદરી, સિદ્ધાર્થ, અર્પિતા ખાન, આયુષ શર્મા સહિતની હસ્તીઓ આ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. બ્રાઈડ અને ગ્રુમે પાપારાઝીને લગ્નની મીઠાઈઓ પણ ભેટમાં આપી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ નિખિલ કેરીયલના માતૃશ્રીનું અવસાન, આજે અમદાવાદમાં બેસણું
March 11, 2025 11:11 AMજામનગરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો : વૃઘ્ધ પાસેથી 6.31 લાખ ખંખેરી લીધા
March 11, 2025 11:11 AM10 લાખના ઉઘરાણા પ્રકરણનો વિડીયો વાયરલ થતાં પીજીવીસીએલના ધ્રોલના આસી. ડે.ઇજનેર સસ્પેન્ડ
March 11, 2025 11:05 AMટેરિફ પર અમેરિકા પ્રત્યે કોઈ કમિટમેન્ટ નહિ: સંસદીય પેનલ
March 11, 2025 11:03 AMપડાણા નજીક હીટ એન્ડ રન : ભંગાર વીણી રહેલા વૃઘ્ધને ટ્રકે કચડી નાખ્યા
March 11, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech