ભાજપનું ઓપરેશન લોટસ: ખંભાતના કોંગ્રેસી ધારાસભ્ય રાજીનામાના મૂડમા

  • December 19, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી લોકસભાની ચૂંટણી આવે તે પહેલા ગુજરાતના રાજકારણમાં મહત્વના ફેરફાર આવી રહ્યા છે જેમાં ગત સપ્તાહે આપ્ના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું ત્યાર પછી મધ્ય ગુજરાતના કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવા અહેવાલ પાટનગરમાં વહેતા થયા છે. આ ધારાસભ્ય પણ કેસરીયા કરશે તે વાત નકકી છે. આમ ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટે તેવા એંધાણ મળી રહ્યા છે. ભર શિયાળે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


હાલ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી રહ્યા છે. આમ વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસને બાય બાય કહીને ભાજપ્નો કેસરિયો ધારણ કરે તેવા સંકેત રાજકીય વર્તુળ માંથી મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ અને આપ આ બંને પક્ષને નુકસાન જઈ રહ્યું છે. આવતા દિવસોમાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામાં આપે તેવી ચચર્િ એ પણ જોર પકડ્યું છે અને ગુજરાતમાંથી કોંગ્રેસને નામશેષ કરવાનો તખ્તો ભાજપ દ્વારા તૈયાર કરી દેવાયો છે.
અત્રે નોંધવું જરૂરી છે કે ખંભાતની બેઠક પર 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસ જીતી છે.2022ની વિધાનસભાની ચુટણીમા દમદાર ઉમેદવાર તરીકે ચિરાગ પટેલ ની પસંદગી કરવામા આવી હતી.સામે ભા.જ.પા એ મયુર રાવલની પસંદગી કરી હતી.જેમા ભા.જ.પે આ બેઠક ગુમાવવાનો વારો આવયો હતો.

આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યની તમામ 26 બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે ભાજપ તેની વ્યુહરચના ગોઠવી રહ્યું છે. માત્ર તમામ બેઠકો જીતવાનું નહીં પરંતુ ઓછામાં ઓછી પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવાનો ટાર્ગેટ ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આપ્યો છે અને તે ટાર્ગેટને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના હરીફોને અત્યારથી જ કટ ટુ સાઈઝ કરવા માટે પ્રયાસો શરૂ કયર્િ છે. ગુજરાત વિધાનસભાની 2022 માં યોજાયેલી ચૂંટણીમાં ટિકિટથી વંચિત રહેલા ભાજપ્ના બળવાખોર બની ચૂંટણી લડેલા ધારાસભ્યોની ઘર વાપસીના ભાગરૂપે વિસાવદરના મૂળ ભાજપ્ના અને ધારાસભાની ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ભુપત ભાયાણીને ભાજપમાં પ્રવેશ અપાયા પછી હવે બીજો ટાર્ગેટ ખંભાતના ધારાસભ્યને બનાવાયા છે. આગામી દિવસોમાં હજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક ધારાસભ્યોને ટાર્ગેટ કરીને ભાજપમાં લાવવામાં આવે અને લોકસભાની ચૂંટણીમાં વિજય માટે તે મહત્વના સાબિત થાય તેવી ભૂમિકા ગોઠવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application