જામનગર શહેરમાંથી વધુ બે મોટરસાયકલની ચોરી થઈ ગયાની ફરિયાદ

  • September 25, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વાહનચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને શહેરમાં જુદા જુદા બે વિસ્તારોમાંથી વધુ બે મોટર સાયકલ ની ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં ખેતીવાડી ફાર્મ સામે ન્યુ ઇન્દિરા કોલોની માં રહેતા નિખિલભાઇ કાનાભાઈ ગોહિલે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં રાખેલું પોતાનું બાઈક કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે. જામનગર નજીક ઠેબા બાયપાસ ચોકડી પાસે રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ પારિયાએ પોતાના નાના ભાઈનું મોટરસાયકલ ઘર પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application