જામનગર જિલ્લાના ધ્રોલ-મેઘપર ગામમાંથી બે બાઈકની ચોરી થઈ ગયાની ફરિયાદ

  • September 23, 2023 01:52 PM 

જામનગર શહેર પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ વાહન ચોર સક્રિય બન્યા છે, અને બે વાહનોની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા ઇન્દ્રેશભાઈ ઈકબાલભાઈ ચૌહાણ નામના ૨૧ વર્ષના વાઘેર યુવાને ધ્રોળ હાઈવે રોડ પર આવેલી એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલું પોતાનું રૂપિયા એક લાખની કિંમતનું બુલેટ મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા હરેન્દ્ર સિંહ હેમત સંગ કંચવા નામના ખેડૂત દ્વારા મેઘપર ગામના રાધાકૃષ્ણ મંદિર પાસે પાર્ક કરવામાં આવેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ મેઘ પર પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application