ગોંડલમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માલના કરોડોની કરચોરીની ફરિયાદ

  • November 28, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં રેડીમેઈડ કપડા માર્કેટમાં અમદાવાદ પછી ગોડલ શહેરનું નામ બીજા નંબરે આવે છે.અહી રાજકોટ, જૂનાગઢ તરફથી લોકો ખરીદી કરવા આવેછે.ગોંડલમાં અંદાજે રેડીમેઈડ કપડાના નાના મોટા મળીને કુલ ૪૫૦ થી ૫૦૦ વેપારીઓ છે.
જેમનુ ટર્ન ઓવર લાખો- કરોડો નહી બલકે અબજો રૂપીયાનુ હોવા છતા ૮૦  થી ૯૦% વેપારીઓ  નંબર લીધા વિના કોઈપણ જાતનાં ટેકસ ભર્યા વિના ટેક્સ ચોરી કરી અબજો રૂપિયાનો વેપાર કરી રહયા છે.છેલ્લા ઘણા સમયથી જાગૃત ગ્રાહકોની ઉઠતી ફરીયાદ મૂજબ ગોંડલના ઘણા વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી રહ્યા છે.


પ્રખ્યાત બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ લેબલો અને ખોટા માર્કા વાળા કપડા ગોંડલની ધણી બધી દુકાનોમાં શોરૂમમાં બેફામ વેચાઇ રહ્યા છે.ગ્રાહકોને કપડાની ખરીદી વખતે કોઈપણ જાતનો બીલો આપવામાં આવતા નથી જેના કારણે મોટા પાયે ટેક્સ ચોરી થઈ રહી હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે.હાલની શરૂ થયેલ લગ્ન ગાળા અને ઠંડીની સીઝનમાં પણ ગરમ કપડામાં તેમજ રેડીમેઇડ ગારમેન્ટ ના કપડા માં ડૂપ્લીકેટ લોગો - માર્કાવાળો કપડાનો માલ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહ્યો  ની વિગતો બહાર આવી છે.
જવાબ દાર તંત્ર દ્વારા યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવેતો ડુપ્લીકેટ માર્કા વાળા કપડાના માલનો કરોડો રૂપીયાનો જથ્થો ઝડપાઇ તેમ છે  સાથોસાથ કરોડો રૂપીયાની થતી ટેકસ ચોરીનો  પર્દાફાસ થાઈ તેવી પુરેપુરી શકયતા નકારી ન શકાય. 
તંત્ર  દ્વારા કુંભકર્ણ ની નિદ્રા માંથી જાગી યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application