હનુમાનગુફા પોલીસચોકી પાછળ ગેરકાયદેસર વધુ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાની ફરિયાદ

  • September 24, 2024 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હનુમાનગુફા પોલીસચોકી પાછળ ગેરકાયદેસર વધુ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાની ફરિયાદ થઇ છે અને તે અંગે દુકાનદારો અને ધંધાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સહી કરી ટ્રાફિક શાખાને આવેદન પાઠવાયુ છે.
પોરબંદરની હનુમાનગુફા પોલીસચોકી પાછળ ગેરકાયદેસર વાહન પાર્કિંગ થતુ હોવાનું જણાવી મનોજભાઇ આર. મકવાણા સહિત આજુબાજુના ધંધાર્થીઓએ સામૂહિક રીતે સહી કરીને જિલ્લા ટ્રાફિક પોલીસને આવેદન પાઠવીને જણાવ્યુ છે કે હરીશ સિનેમા સામે અને હનુમાન ગુફા પોલીસ  ચોકી પાછળના ભાગે જે ટેકરી સ્ટેન્ડ આવેલ છે. તેમાં ટેકસી પાર્સીંગ ગાડી(ફોરવ્હીલ) રાખવાની હોય અને એમાં પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ૧૦ ટેકસી પાર્કિંગનું બોર્ડ પણ લગાવેલ છે અને તેમાં ૧૦ ટેકસી રાખવાની હોય તો ત્યાં અત્યારે ગેરકાયદેસર રીતે આજુબાજુના વેપારીઓને  પરેશાની થાય તે રીતે ગાડી પાર્ક કરી વેપારીઓને દબાવવાની અને ગ્રાહકોને ગાડી પાર્ક કરવા દેતા ન હોય આજુબાજુમાં જ મોટી હોસ્પિટલ તથા બે માળના શોપીંગ મોલ પણ ત્યાં આવેલ છે તેથી મેડિકલમાં દવા લેવા આવતા ગ્રાહકો બધા જ હેરાન પરેશાન થાય છે. તો ૧૦ ટેકસી પાર્સીગ સિવાયની અન્ય તમામ ગાડીઓ ચોકમાંથી દૂર કરો તેવી માંગ છે અને જે લોકોએ ગેરકાયદેસર ચોકમાં કબ્જો જમાવ્યો છે તેને પણ દૂર કરો કારણકે તે તમામ અહીંયા આજુબાજુમાં દુકાન કે રેસીડેન્ટ ધરાવતા નથી. છાયા, બોખીરા, ખાપટ, જ્યુબેલી, ખારવાવાડ, મેમણવાડા જેવા વિસ્તારોમાંથી આવી અહીં વેપારી તથા વેપારીઓના ગ્રાહકોને જે તકલીફ પડે છે તે દૂર કરવા અમારી માંગ છે. જે ૧૦ ટેકસી સિવાયની અન્ય તમામ ફોર  વ્હીલ દૂર કરો તેવી માંગણી સાથે આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application