મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મળીને શો રૂમને ચૂનો લગાવવાનું કામ કર્યું હતું જેમાં ઘરેણા વેચવાની જવાબદારી સંભાળતા કર્મચારીએ અન્ય સો મળીને સોનાના દાગીના નંગ ૭૩ અને દીપકભાઈ પરમારના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી દાગીના નહિ આપી રૂ ૧,૫૬,૧૪,૦૦૦ જેટલી રકમની ઉચાપત કરી શો રૂમ સો વિશ્વાસઘાત કર્યાની પોલીસ મકમાં ફરિયાદ નોંધાઈ છે
પ્લેટીનયમ હાઈટ્સમાં હેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટી રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી, આશિષભાઈ રહે મોરબી, ઈરફાન સાદિક વડગામ રહે વાવડી રોડ મોરબી, ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી અને ધવલ અલ્પેશભાઈ પટની રહે ગ્રીન ચોક પાસે મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પરિમલભાઈ મેનેજર તરીકે તા. ૨-૦૪-૨૦૨૪ ના રોજ ચાર્જ સંભાળ્યો હતો અને શો રૂમમાં ઘરેણાનો ફીઝીકલ સ્ટોક ટેલી કરાવી દેવાનું કહેતા ભાગીદાર રોનકભાઈ બાલકૃષ્ણ બાટાણી જામનગરી એક ટીમ સો સ્ટોક વેરીફાઈ કરવા માટે તા. ૦૨-૦૪-૨૦૨૪ ના રોજ આવ્યા હતા
જ્યાં સ્ટોકની ગણતરી કરતા સીસ્ટમના સ્ટોક સો મળી રહ્યો ના હતો જેી ડીટેઇલમાં તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં શો રૂમના ફ્લોર મેનેજર હરીલાલ જયંતીલાલ ભટી એક પ્રોડક્ટ જે સિસ્ટમમાં ચડાવેલ ના હતી તે પ્રોડક્ટ ફ્લોર પર ટ્રેમાં શંકાસ્કાદ રીતે નજર ચૂકવીને રાખતા જોવા મળ્યા હતા અને ફ્લોરનો ફીઝીકલ સ્ટોક મેળવવા શરુ કર્યો હતો દરમિયાન અનેક પ્રોડક્ટ જે સીસ્ટમમાં ના હતી તે ફ્લોર પર જોવા મળી રહી ના હતી જેી પ્રોડક્ટને છુપાવવા માટે શો રૂમના સ્ટોકમાં મેનેજર તરીકે કામ કરતા જેની પોસ્ટ બી.એસ.ઓ કહેવાય જેનું નામ ધવલ અલ્પેશ પટની છે તે બધો સ્ટોક ગણતરી મેળ કરી રહ્યો હોય તેવું માલૂમ પડ્યું હતું અને હરીલાલ જયંતીલાલ ભટી તેમજ ધવલ પટનીને પૂછપરછ કરતા બધો સ્ટોક કંપની અને માલિકની જાણ બહાર સ્ટોર બહાર લઇ ગયો હતો તેવું સ્વીકાર્યું હતું
આશિષભાઈ, સ્ટોરનો સેલ્સ સ્ટાફમાં નોકરી કરતા ઈરફાન સાદિક વડગામ, ભાવના સોલંકી આમાં સામેલ છે તેમ રૂબરૂમાં સ્વીકાર્યું હતું જે બાબતે ટાઈટન કંપની લીમીટેડને ઈમેલી જાણ કરી હતી કુલ ૧૦૪ નંગ ઘરેણા જેની કીમત રૂ ૨,૫૩,૬૧,૦૦૦ થાય તે ગાયબ જોવા મળ્યા હતા જેની ઉચાપત સ્ટોરના કર્મચારી જેમાં સ્ટોર મેનેજર હરિભાઈ ભટી, સ્ટોક જવાબદારી સંભાળતા ધવલ સોની, ઈરફાન વડગમા, ભાવના સોલંકી અને કારીગર આશિષભાઈ દ્વારા કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું
જે બાબતે હરિભાઈએ જણાવ્યું હતું કે તેઓ મુુટ ફાઈનાન્સ અને ફાઈનાન્સ અને ફેડ બેંકમાં ઘરેણા આપ્યા જેની સામે પર્સનલ લોન લીધી હતી જેી તમામ ફાઈનાન્સ કંપનીમાંી હરિભાઈને ગોલ્ડ છોડાવવા માટે રૂ ૨૯,૨૧,૯૯૯ આપ્યા હતા અને હરિભાઈની સો રહીને ઘરેણા પર લીધેલ લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્યા હતા તેમજ ઈરફાન વડગામાને પૂછતાં તેને મુુટ ફાઈનાન્સમાં ઘરેણા આપ્યા જેની સામે પર્સનલ લોન લીધી હતી તે ગોલ્ડ છોડાવવા રૂ ૧૩,૭૫,૦૦૦ આપ્યા હતા અને ઘરેણા છોડાવ્યા હતા ફાઈનાન્સ કંપનીમાંી તા. ૪-૫-૬ એપ્રિલના તા ૮ એપ્રિલના રોજ આપેલ રૂપિયાી લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્યા હતા જે તમામ કર્મચારીની પૂછપરછ કરતા ઘણા બધા ઘરેણાના રૂપિયા ગ્રાહક પાસેી લઈને ઘરેણા સોપી આપેલ પણ તેના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા આમ પાંચેય કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય જેને સોનાના ઘરેણા જેમાં સોનાની બુટી નંગ ૦૮, સોનાના સેટ નંગ ૧૧, બેન્ગ્લ્સ નંગ ૧૮, ચેઈન નંગ ૧૪, વીંટી નંગ ૧૫, મંગલસૂત્ર ૨ નંગ, પેન્ડલના સેટ નંગ ૦૩ અને અધર નંગ ૦૧ સહીત કુલ ૭૩ નંગ ઘરેણા અને દીપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા પરત મંગાવી દીપકભાઈને પરત નહિ આપી ખોટી રીસીપ બનાવી કુલ રૂ ૧,૫૬,૧૪,૦૦૦ ની ઉચાપત કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech