સાસુ સહિતના કરિયાવર માગતા, પતિ માર મારતા બગસરાની પરિણીતાની સાસરિયા સામે રાવ

  • December 11, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરાના બાલાપુર ગામે પિયરમાં છ વર્ષની પુત્રી સાથે દોઢેક વર્ષથી રહેતી દર્શનાબેન (ઉ.વ.૩૨)ની પરિણીતાએ ગોંડલમાં યોગીનગર શેરી નં.૧૮માં રહેતા પતિ ગોપાલ રસીકભાઇ પુરોહીત, સસરા રસીકભાઇ વિઠ્ઠલભાઇ પુરોહીત, સાસુ નયનાબેન, નણદં નિરાલીબેન સામે બગસરા પોલીસ મથકમાં પોતાને પતિ, સાસુ, સસરા અને નણદં માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મારા લ આઠેક વર્ષ પહેલા ગોંડલ અને હાલ અંકલેશ્વર રહેતા ગોપાલ પુરોહિત સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા છે. લના ચારેક મહિના મને સારી રીતે રાખી હતી બાદમાં પતિ, સાસુ, સસરા અને નણદં કરિયાવર બાબતે તેમજ ખોટી શંકા–કુ શંકા કરી નાની નાની વાતોમાં બોલાચાલી કરી મેણાંટોણાં મારી શારીરિક દુ:ખત્રાસ આપી અવાર નવાર સોનાના દાગીનાની માંગણી કરતા હતા. પતિ કહેતા કે, તું તારા માવતરના ઘરે જતી રહે, મને ગમતી નથી અને મારકૂટ કરતા હતા.
વર્ષ ૨૦૧૮માં પતિને અંકલેશ્વરમાં નોકરી મળતા હત્પં અને પતિ ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા. દીકરીનો જન્મ થયા બાદ સાસુ,સસરા નણદં અવાર નવાર અંકલેશ્વર રોકાવવા આવતા હતા. દરમિયાન પણ મારી ઉપર ખોટી શંકા કરી કહેતા કે તારે કોઈ સાથે વાત કરવાની નથી અને તું તારા ઘરેથી ડિલિવરી કરવા ગઈ ત્યારે દીકરી માટે કેમ સોનાના દાગીના લાવી નથી. અને પતિને ચડામણી કરતા હતા. અહીંથી જતા રહ્યા બાદ પતિ પણ મારી ઉપર શંકા કુશંકા કરી કરિયાવર બાબતે બોલાચાલી કરી તારે યાં જવું હોઈ ત્યાં યાં મારે તું નથી જોઈતી કહી ઢીકાપાટુનો મારમારી ગળું પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી મને અને મારી દીકરીને પહેરેલે કપડે કાઢી મુખ્ય હતા. મારા પિતાને ફોન કરતા તે અમને તેડી ગયા હતા. આ બાબતે અમરેલી મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરી હતી અને કાઉન્સિલિંગ બાદ ફરિયાદ કરી છે. બગસરા પોલીસે પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application