લતીપરના પાદરમાં રીક્ષાની રાહ જોઇને ઉભેલા વૃઘ્ધાને ટ્રકે હડફેટે લેતા ફ્રેકચર
જાંબુડા પાટીયા પાસે બે વાહનોને હડફેટે લઇ નુકશાન કયર્નિી ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે જયારે લતીપર ગામના પાદરમાં રીક્ષાની રાહ જોઇને ઉભેલા વૃઘ્ધાને ટ્રકચાલકે હડફેટે લઇ પગમાં ફ્રેકચર કર્યુ હતું.
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે ગઇકાલે બામણબોર ગામના મુકેશ રવજીભાઇ ચૌહાણ (ઉ.વ.42) ના આઇસર ટ્રક નં. જીજે14ઝેડ-2766 પંચર થયેલ હોય જેથી રોડની સાઇડમાં પડેલ હોય આ વેળાએ ટ્રેલર નં. આરજે-19જીએફ-5129ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ઠોકર મારી હતી. દરમ્યાન સાહેદની ફોરવ્હીલ કાર નં. જીજે3એમઆર-7638 ટ્રક પાછળ આવતી હોય જે કાર પણ ટ્રકની પાછળ ભટકાતા વાહનોમાં નુકશાન પહોચાડયુ હતું આ અંગે મુકેશભાઇ ચૌહાણ દ્વારા ટ્રક ટ્રેલરના ચાલક સામે પંચ-એમાં ફરીયાદ કરી હતી.
બીજા બનાવમાં ધ્રોલના લતીપુર ગામમાં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઇ કુંભારવાડીયા (ઉ.વ.70) નામના પ્રૌઢાએ બે દિવસ પહેલા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ટ્રક નં. જીજે4ડબલ્યુ-9404ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ગત તા. 7ના સવારના સુમારે ફરીયાદી ગામના પાદરમાં રીક્ષાની રાહ જોઇને ઉભા હતા ત્યારે ટ્રકના ચાલકે પુરઝડપે ચલાવીને ફરીયાદીના પગ ઉપર વ્હીલ ચડાવી દઇ ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, સુરક્ષામાં વધારો
March 26, 2025 08:01 PMજામનગર: ધ્રોલના વાંકિયા ગામે 1.68 લાખનું જીરું તસ્કરો ચોરી ગયા
March 26, 2025 06:33 PMજામનગર : આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત
March 26, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech