વસંત વિહારમાં રહેતી પરિણીતાને પતિ, સાસુ, સસરાનો ત્રાસ: ફરિયાદ

  • December 12, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક વસતં વિહારમાં છેલ્લા અઢી વર્ષથી પિયરમાં રહેતી ખ્યાતિબેન (ઉ.વ.૪૦)ની પરિણીતાએ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં રહેતા પતિ પ્રિતેશભાઇ, સસરા ચીમનભાઈ ભાલોડી, સાસુ ચંદ્રીકાબેન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લ વર્ષ ૨૦૧૫માં પ્રિતેશ ચીમનભાઈ ભાલોડી સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. લ જીવન દરમિયાન ચાર વર્ષની પુત્રી છે, જે હાલ પતિ પાસે છે, લગ્ન  સમયે પતિ વાવડીમાં આવેલી કીચ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા બાદમાં પોતાને પ્રાઇવેટ ધંધો કરવો હોવાથી નોકરી મૂકી દીધી હતી અને સાતેક મહિના ઘરે બેઠા હતા. સસરા ચીમનભાઈ મેઈન પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા. પતિએ નોકરી મૂકી દેતા થોડો સમય ઘરની સ્થિતિ વિખેરાઈ હતી અને પતિને સ્પા નો ધંધો શ કરવો હોવાથી મને કહ્યું હતું કે, તારા પપ્પાને કે મારે સ્પા નો ધંધો શ કરવો છે માટે ૧૩ લાખની જરૂર છે, આથી મારા પિતાને વાત કરતા પતિને .૧૩ લાખ ધંધા માટે આપ્યા હતા. થોડો સમય બાદ સ્પા ના ધંધાનો કોન્ટ્રાકટર પૈસા લઈને જતો રહ્યો છે તેવું મને કહ્યું હતું. થોડો સમય પછી આફ્રિકાના મડાગાસ્કરમાં ધંધા માટે ચાલ્યા ગયા હતા. પાછળથી સાસુ ઘરકામ બાબતે ઝગડો કરતા અને મેણાંટોણાં મારતા હતા, આ બધું જોવા છતાં સસરા કાંઈ કહેતા નહતા અને સહયોગ આપતા હતા. પતિ એકાદ વર્ષ પછી મડાગાસ્કરથી પરત આવતા થોડો સમય સાથે રહ્યા બાદ હત્પં અને પુત્રી પતિ સાથે મડાગાસ્કર ચાલ્યા ગયા હતા ત્યાં ત્રણેક મહિના રોકાયા બાદ ફરી સાસરામાં રાજકોટ આવી હતી ત્યારે પણ સાસુ નાની નાની વાતે ઝગડો કરતા હતા. ત્યારબાદ પિતરાઈભાઈ મડાગાસ્કર જતા હોઈ ત્યારે હત્પં અને મારી પુત્રી ફરી મડાગાસ્કર જતા રહ્યા હતા. દરમિયાન પતિને અન્ય ક્રી સાથે સબધં હોવાનું અને પોતે જુગાર રમતા હોવાનું મોબાઇલમાંથી ખબર પડતા મેં તેને આગળનો સંસાર ચલાવવો હોઈ તો આ બધું મૂકીને સુધરી જવા કહ્યું હતું. મારી તબિયત પણ ખરાબ થઇ જતા મને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ અપાવી નહતી આથી વધુ તબિયત ખરાબ થઇ જતા મડાગાસ્કરથી રાજકોટ આવવા માટે પતિ પાસે પૈસા નહતા આથી ટિકિટના પૈસા મારા પિતાએ આપ્યા હતા અને મને પરત બોલાવી મારી સારવાર પિતાએ કરાવી હતી. સાસરી પક્ષના મારા પિયરમાં આવી પુત્રીને પોતાને રાખવી છે કહી લઇ ગયા હતા જે મારી સહમતીથી દીકરી આપી હતી. લજીવન દરમિયાન પતિ, સાસુ સસરાએ દુ:ખ ત્રાસ આપ્યાનું જણાવતા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ, સાસુ, સસરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application