દ્વારકામાં જગત મંદિર નજીક પૂર્વ દરવાજા પાસે ટ્રાફિક નિયમન વ્યવસ્થામાં ફરજ પર રહેલા જાબાઝખાન સરફરાઝખાન પઠાણ નામના હોમગાર્ડના યુવાનને અહીંથી નીકળેલા ઉપેશ સુરેશભાઈ ગોહેલ નામના શખ્સ દ્વારા ત્યાંથી રીક્ષા અંદર જવા દેવાનું કહી, જાણી જોઈને ફરિયાદી સાથે બોલાચાલી કરી અને જાહેરમાં બિભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, આરોપીએ તેમને ઢીકા-પાટુનો માર મારી, કાંઠલો પકડીને ઝપાઝપી કરી, યુનિફોર્મ ફાડી નાખ્યો હતો. આ રીતે આરોપી દ્વારા હોમગાર્ડના જવાની ફરજમાં રૂકાવટ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપેશ સુરેશભાઈ ગોહેલ સામે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરવા સબબ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાહેરનામા ભંગ સબબ વધુ પાંચ સામે કાર્યવાહી
ભાણવડ તાબેના હાથલા ગામે રહેતા મેરામણ ઉર્ફે મેરુ રાયદે ઓડેદરા અને રૂપામોરા ગામે રહેતા મનસુખ ડાયાભાઈ પીપરોતર નામના શખ્સોએ પોતાની વાડીમાં પરપ્રાંતીય મજૂરો રાખતા તેમજ શિવા ગામના ઈલાબેન હેમતભાઈ કેશવજીભાઈ પરમાર અને રાણપરડા ગામના આયશા બેન અલારખા હિંગોરાએ પરપ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપી, પોલીસમાં નોંધ ન કરાવતા તેમજ કલ્યાણપુર તાલુકાના રોઝીવાડી ગામના યોગેશ રામસી કરમુર અને દેવળીયા ગામના ધના કાના ભાદરકાએ પોતાના મકાન ભાડે આપીને આ અંગેની નોંધ સ્થાનિક પોલીસમાં ન કરાવતા ઉપરોક્ત તમામ સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
વિદેશી દારૂના જથ્થા સાથે દ્વારકાનો શખ્સ ઝડપાયો
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા બાબાભા ઉર્ફે જીગાભા બુધાભા સુમણીયા નામના 24 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 37,176 ની કિંમતની વિદેશી દારૂની 56 બોટલ સાથે ઝડપી લઈ, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech