ધ્રોલ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ પાસે ધ્વની પ્રદુષણ કરતા બે શખ્સ સામે ફરીયાદ

  • May 04, 2023 11:32 AM 

ધ્રોલ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ટ ગેઇટ પાસે મંજુરી વીના લાઉડ સ્પીકર વગાડી ઘ્વની પ્રદુષણ કરતા પિતા-પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ધ્રોલના જૈન બોર્ડીંગ પાસે રહેતા સમાજ સેવક લાલજી કારાભાઇ પઢીયાર (ઉ.વ.77) અને ગોવિંદ લાલજી પઢીયાર આ બંને ગત તા. 3ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ ગેઇટ પાસે તથા ધ્રોલ ક્ધયાશાળા તાલુકાની બાજુમાં સરકારી જગ્યાના 100 મીટરના ઘેરાવમાં સત્યાગ્રહ ધરણાનું આયોજન કર્યુ હતું.

જેમાં લાઉડ સ્પીકર, માઇકની વ્યવસ્થા કરી માઇક દ્વારા વારાફરતી જોરજોરથી ભાષણ આપી શાંત વિસ્તારમાં ઘોંઘાટ ઉત્પન્ન કરી જાહેર સુલેહશાંતીમાં વિક્ષેપ કર્યો હતો આમ ઘ્વની પ્રદુષણ કરતા બંનેની સામે જીપીએકટ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application