વાવડીમાં લિફટમાં માથું ફસાઇ જતાં શ્રમિક મહિલાના મોતમાં કારખાનેદાર સામે ફરિયાદ

  • April 02, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા એડીશન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દોઢ માસ પૂર્વે લિટમાં માથુ ફસાઈ જવાથી મહિલાનું મોત થયું હતું. આ મામલે મહિલાની પુત્રની ફરિયાદ પરથી તાલુકા પોલીસે બેદરકારી દાખવનાર કારખાનેદાર સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
સુત્રાપાડા તાલુકાના ઘંટીયા (પ્રાંચી) ગામે રહેતા કૃપાબેન રમેશભાઈ દયાતર(ઉ.વ ૨૪) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટસ લેટ નંબર ૧૧૦૪ મારે રહેતા પિયુષ દેવચંદભાઈ ખૂટનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના માતા ગીતાબેન રમેશભાઈ દયાતર(ઉ.વ ૩૮) વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં એડિશન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરતા હોય કારખાનું ત્રણ માળનું હોય જે કારખાનામાં ઉપરના માળે જવા માટે પાછળની સાઈડમાં સીડી રાખવામાં આવી હોય પરંતુ તેનો ઉપયોગ કરવા દેતા ન હતા અને સીડીઘર બધં રાખી આરોપી પિયુષ ખૂંટ દ્રારા ઉપરના માળે જવા માટે કોઈપણ સેટીના સાધનો કે બેરીકેટ કે સેટી જાળી સિવાય લિટનો ઉપયોગ કરવામાં આવતો હોય. આ લિટ વારંવાર ખોટવાઈ જતી હોય તેમ છતાં કારખાનામાં માલિકો દ્રારા કોઈ પણ પ્રકારનું યોગ્ય રીપેરીંગ કર્યા વગર આ લિટમાં કોઈ માણસ મૃત્યુ પામે તેવી સંભાવના હોવા છતાં લિટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
દરમિયાન ગત તા. ૧૫૨૦૨૪ ના ફરિયાદીના માતા ગીતાબેન ઉપરના માટે જવા માટે લિટમાં જતા હતા ત્યારે લિટ અચાનક બધં થઈ જતા અને ઓટોમેટિક ચાલુ થઈ જતા ગીતાબેનનું માથું લિટના લોખંડના એંગલમાં બીજા માળે છતના ભાગે ફસાઈ જતા તેઓનું મોત થયું હતું. આમ કારખાના માલિક પિયુષ ખુંટ દ્રારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોય આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કારખાનેદાર સામે આઈપીસીની કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application