દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન ઈબ્રાહીમભાઈ મેર નામના ૪૦ વર્ષના મુસ્લિમ ભડેલા મહિલા દ્વારા જૂના મનદુ:ખનો ખાર રાખીને ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાઈપ વડે હુમલો કરવા સબબ આ જ વિસ્તારમાં રહેતા સાદિક સુલેમાન ચૌહાણ, રસિદાબેન સાદીક ચૌહાણ, આસ્તાના સાદીક ચૌહાણ, સલીમ હુસેન થૈયમ અને અશરફ અલાયા રાહીલ સાદીક ચૌહાણ નામના છ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મુમતાઝબેન તથા આરોપી સાદિક સુલેમાન ચૌહાણ સગા ભાઈ-બહેન થતા હોય અને તેઓ બંને વચ્ચે ઘણા સમયથી મનદુ:ખ ચાલ્યું આવતું હોય, આ બાબતે ડખ્ખો વધી જતા આરોપીઓએ એકસંપ કરી, લોખંડના પાઇપ વડે હુમલો કરીને ફરિયાદી તથા અન્ય સાહેદ સૌમ્યાબેન તથા સોહિલને પણ બેફામ માર માર મારી, ઈજાઓ કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએસ.ટી. તંત્રનું રાવલના ગ્રામ્ય પંથકો માટે ઓરમાયું વર્તન
January 23, 2025 11:28 AMરાજકોટના સોખડામાં પરિણીતા પર એસિડ એટેક
January 23, 2025 11:24 AM૩ લાખ મેટિ્રક ટન મગફળી ખરીદીના ટાર્ગેટ સામે બે મહિનામાં ૨.૭૦ લાખ મેટિ્રક ટનની ખરીદી
January 23, 2025 11:21 AMકાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું
January 23, 2025 11:20 AMકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech