રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ ફાયર વિભાગ કડક બન્યું છે અને નિયમોની કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના રોલેક્ષ રોડ પર આવેલા લીલાવંતી કોમ્યુનિટી હોલને ફાયર સેફટી અંગેની સિસ્ટમ અને બીયુની પરમિશન નહીં હોવાથી કોર્પેારેશન દ્રારા આ હોલને સીલ કરી દેવાયો હતો. પરંતુ હોલના પાછળના દરવાજાને ખોલી તેનો ઉપયોગ શ કરાતા હોલના માલિક અને બુકિંગ સાથે સંકળાયેલી મહિલા વિદ્ધ રાજકોટ ફાયર સ્ટેશન ઓફિસર દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં થયેલા અિકાંડની ઘટનાના પગલે હોસ્પિટલો, જુદી–જુદી ઇમારતો, ટુશન કલાસીસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમા ગ્રુહ, ધાર્મિક સ્થળો, વોટરપાર્ક સહિતની જગ્યાઓ યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય અને ફાયર એનઓસી ન હોય તેવી મિલકતોને મનપા દ્રારા હાલ સીલ કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરે બનાવેલી ટીમ દ્રારા ગત તારીખ ૬ ના રોજ રોલેક્ષ રોડ પર આવેલી લીલાવંતી કોમ્યુનિટી હોલમાં તપાસ કરવામાં આવી હતી તે વખતે ફાયર સેટી અંગેની સિસ્ટમ, બીયુ પરમિશન અને ફાયર એનઓસી નહીં હોવાનું માલુમ પડતાં હોલને સીલ કરી દેવામાં આવ્યો હતો જે અંગે હોલના માલિક હર્ષદ પ્રતાપરા સગર અને હોલના બુકિંગનું કામ સંભાળતા માધવીબેન એચ. તન્નાને જાણ કરી સીલીંગના કાગળો પર સહી પણ લેવામાં આવી હતી.
દરમિયાન લીલાવંતી હોલમાં પ્રસંગની તૈયારી માટે માણસો ભેગા થયાનું જાણવા મળતા મનપાના વોર્ડનો સ્ટાફ અહીં પહોંચી તપાસ કરતા હોલની પાછળની શેરીમાં આવેલો ગેટ ખુલો જોવા મળ્યો હતો. યાં માણસો પણ હાજર હતા. વધુ તપાસ કરતા હોલની પાછળના બંને ગેટના તાળા અંદરથી ખોલી નાખ્યાનું જાણવા મળતા આ અંગે કોઠારીયા રોડ પરના ફાયર સ્ટેશન ઓફિસર અમિતભાઈ કનકાઈ દવે દ્રારા આજીડેમ પોલીસ મથકમાં હોલના માલિક હર્ષદ પ્રતાપભાઈ સગર અને બુકિંગ સ્ટાફ માધવી એચ. તન્ના વિદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે આઇપીસીની કલમ ૩૩૬,૧૧૪ મુજબ ગુનો દાખલ કરી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech