પરમીટનો ભંગ કરી ફીશીંગ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી
જામનગર જીલ્લાના દરીયાઇ વિસ્તારમાં અનઅધીકૃત રીતે રજીસ્ટ્રેન કોલમાં દશર્વિેલ ક્રુ મેમ્બરની સંખ્યાથી વધારે માણસો સાથે રાખી પરમીટનો ભંગ કરીને ફીશીંગ કરતા ઇસમો વિરુઘ્ધ મરીન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, દરમ્યાન માછીમાર સામે આ મામલે ફરીયાદ કરવામાં આવી છે.
જીલ્લામાં મત્સ્યોધોગ અધિનિયમની જોગવાઇઓનો ભંગ કરનારા વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એસપીની સુચનાથી ખાસ ડ્રાઇવ રાખવામાં આવી છે જે અનુસંધાને કોસ્ટલ વિસ્તારમાં આ મામલે મરીન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ટોકન વીના, ટોકન સમય મયર્દિાનો ભંગ, લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, રજીસ્ટ્રેશન વગર વિગેરે રીતે ગેરકાયદે માછીમારી કરતા ઇસમો વિરુઘ્ધ કાર્યવાહી કરવા અને ગેર પ્રવૃતી રોકવા બોટો ચેકીંગ કરવા તા. 12 થી 31 સુધીની જામનગર જીલ્લાના સાગર કાંઠા વિસ્તારમાં ડ્રાઇવ કરવામાં આવી રહી છે.
ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ, બેડી મરીન પીએસઆઇ પોપટ તથા સ્ટાફ દ્વારા ફીશીંગ કરી પરત આવતી બોટોનું જુના બંદર જેટી પર ચેકીંગ કરાતા આ દરમ્યાન કરમ મહેબુબશા નામની બોટને ચેક કરતા બોટના રજીસ્ટ્રેશન કોલમાં દશર્વિેલ સંખ્યાથી વધારે ક્રુ મેમ્બર રાખી પરમીટનો ભંગ કરતા બોટના ટંડેલ બેડીમાં રહેતા આમીન અસગર કેરની વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech