દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા ઉત્સવ અંતર્ગત સ્પર્ધાઓ

  • October 18, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

“ Youth As Job Creators” થીમ રહેશે


યુવાનોના સ્વપ્નને સાકાર કરવા, તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાના ઉદેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યને “Youth As Job Creators” થીમ ફાળવવામાં આવી છે. જે થીમ મુજબ સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકિંગ, ડીકલેમ્શન તથા ફોટોગ્રાફી જેવા વિષયો ઉપર જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.


આ સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. ભાગ લેવા ઇચ્છુકોએ ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. C-1/2, અને C-1/4, પ્રથમ માળ ખાતેથી તા. 27 ઓક્ટોબર સુધીમાં સ્પર્ધાના ફોર્મ મેળવીને પરત જમા કરવાના રહેશે.


વધુ વિગત માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application