વિશ્વનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ ખાવા માટે સામાન્ય માણસે લેવી પડે લોન

  • May 13, 2023 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈસક્રીમ કોને પસંદ ના હોય. ગરમીની શરૂઆત થતા જ ઘરમાં તેનું આગમન શરૂ થઈ જાય છે. માર્કેટમાં સ્વાદની સાથે-સાથે ઘણા પ્રકારના બજેટમાં પણ આઈસક્રીમ હાજર હોય છે. 5 રૂપિયાથી શરૂ થઈને મશહૂર આઈસક્રીમ સ્ટોર્સમાં 500 રૂપિયા, 1000 રૂપિયા અને તેનાથી વધુ કિંમતમાં પણ મળે છે.

દરેક પોતાના બજેટ અનુસાર આઈસક્રીમ ખરીદે અને ખાય છે પરંતુ શું ક્યારેય વિચાર્યુ છે કે એક આઈસક્રીમની કિંમત સોનાના ઘરેણા કે પછી કોઈ મોંઘા ગેજેટ કરતા પણ વધુ હોઈ શકે. જેને અમીર લોકો પણ ખરીદવા અને ખાધા પહેલા 100 વખત વિચારતા હશે.  



જાપાનની એક આઈસક્રીમ બનાવતી કંપની સિલાટોની પ્રોટીનથી ભરપૂર આઈસક્રીમ બાયાકુયા આજના સમયમાં દુનિયાની સૌથી મોંઘો આઈસક્રીમ છે.

રિપોર્ટ અનુસાર ગયા મહિને 25 એપ્રિલે આ નવી આઈસક્રીમે દુનિયાની સૌથી મોંઘો આઈસક્રીમનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ આઈસક્રીમનો બેઝ દૂધથી બનાવવામાં આવે છે અને આ ખૂબ મખમલી પણ હોય છે. આને બનાવવા માટે બે પ્રકારના પનીર અને ઈંડાની જરદીનો ઉપયોગ કરવામાં આવે છે.



આ આઈસક્રીમને બનાવવામાં પાર્મિગિયાનો ચીઝ, વ્હાઈટ ટ્રફલ ઓઈલ જેવી કેટલીક અન્ય સામગ્રીઓ સામેલ કરવામાં આવે છે. આ એક સ્ટાઈલિશ બ્લેક બોક્સમાં પેક થઈને આવે છે. રસપ્રદ વાત એ છે કે આ હાથથી બનેલા ધાતુની ચમચી સાથે આવે છે. આ ચમચી ક્યોટોના કેટલાક કારીગરો દ્વારા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.


કંપનીની સત્તાવાર વેબસાઈટ પર એક 130 મિલી બયાકુયા આઈસક્રીમની કિંમત 6700 ડોલર છે. ભારતીય રૂપિયા અનુસાર આ આઈસક્રીમને ખાવા માટે તમારે 5 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવા પડે. આ આઈસક્રીમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોંઘા આઈસક્રીમ તરીકે સ્થાન પામ્યો છે. આઈસક્રીમ બનાવતા લોકો આને વ્હાઈટ વાઈન સાથે ખાવાની સલાહ આપે છે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application