ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ લેવાશે

  • August 24, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે માહિતી આપતા રાયના પ્રવકતા મંત્રી ઋષિકેશ પયેલે જણાવ્યું હતું કે, રાય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવશે. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પીએમ જીવન જયોતિ વીમા યોજના અંતર્ગત રાયના પ્રત્યેક ઘર સુધી વીમા સહાય પહોંચાડની દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે.
​​​​​​​રાયમાં ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ લેવામાં આવશે તે નિર્ણય અંગે વિગતો આપતા મંત્રીએ ઉમેયુ હતું કે, બોર્ડ–યુનિવર્સિટીની વધુ સંખ્યાને કારણે પ્રવેશ સમિતિ માટે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં જટિલતા રહેતી હતી. આ તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઈને એક મેરિટમાં લાવવું શકય ન હતું. આ વિસંગતતા, અસ્પષ્ટ્રતા અને અસંતોષ ટાળવા માટે અને તમામ અરજદાર વિધાર્થીઓને એકસમાન મચં પર લાવીને ડિપ્લોમાં બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા પ્રવેશ વર્ષ ૨૦૨૪થી લેવાનું રાય સરકાર દ્રારા નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની પ્રવેશ વર્ષ ૨૦૨૪ માટેની જાહેરાત અને રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી ૨૦૨૪થી કરવામાં આવનાર હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application