દિવાળી ભેટ ! ભુપેશ ટી.રાઠોડ સહિત 22 મ્યુનિ.અધિકારી-કર્મચારીઓને પ્રમોશન-કાયમીનો હુકમ કરતા કમિશનર

  • November 07, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે લાંબા સમય બાદ મેકમી નિર્ણયો કયર્િ છે જેમાં રાજકોટ મહાપાલિકાના સર્વપ્રથમ જન સંપર્ક અધિકારી ભુપેશ ટી.રાઠોડ સહિત 22 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન, નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવા તેમજ કાયમી કરવા અંગેના હુકમો કરતા કર્મચારીઓમાં ખુશાલીની લહેર પ્રસરી ગઇ છે.


રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે ગત તા.6-11-2023ના કુલ 22 અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન, નિયમિત પગારધોરણમાં સમાવેશ અને જે તે જગ્યા પરની નિમણુંકને કાયમી કરવા અંગેના હુકમો એનાયત કર્યા હતા. જેમાં ફિક્સ પગારધોરણમાંથી નિયમિત પગારધોરણમાં સમાવેશ પામેલ 7, કાયમી કરવામાં આવેલ 8 અને પ્રમોશન મેળવેલ 7 અધિકારી/કર્મચારીઓનો સમાવેશા થાય છે.


નિયમિત પગારધોરણમાં સમાવેશ પામેલ અધિકારીઓમાં આરોગ્ય શાખાના 7 મેડિકલ ઓફિસરોમાં હર્ષિદા કે. નમેરા, અંજલિ એસ. પેઢડિયા, કરિશ્મા કે. ખીમસુરિયા, જયકુમાર બી. કાલરિયા, વિકાસ એમ. ચાવડા, તેજલ એમ. બોરીચા અને મનાલ એચ. ધોળકિયા, ઉપરાંત કાયમી કરવામાં આવેલ અધિકારી/કર્મચારીઓમાં મેડિકલ ઓફિસર મિલનકુમાર જે. પંડ્યા, પી.આર.ઓ. ભૂપેશ ટી. રાઠોડ, દબાણ હટાવ શાખાના ત્રણ ઈ.આર.ઓ. દિગ્વિજયસિંહ જે. જાડેજા, દેવેન્દ્રસિંહ એસ.જાડેજા, અને અહમદ એન. બાદી, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જયસિંહ પી. ડાભી, જુનિયર ક્લાર્ક ક્રિશ્ના એસ.પાલ અને મજુર મુકેશ આર. ગોંડલિયા તેમજ પ્રમોશન મેળવેલ કર્મચારીઓમાં સુપીરીયર ફિલ્ડ વર્કર કમ ઇન્સેકટ કલેકટર તરીકે ભરત એચ. પરમાર, હેડ ક્લાર્ક તરીકે કમલેશ ડી. ઠાકર, એસ.આઈ. તરીકે પ્રિમરોઝ કે. ક્રિસ્ટી અને કિરીટ જે. પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે અતુલ એસ. રાઠોડ, આનંદરાજ જે. સોલંકી અને શૈલેશ જે. સીતાપરાનો સમાવેશ થાય છે.


આ તકે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે ઉપરોક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા પોતાના સંબોધનમાં એમ કહ્યું હતું કે, આપ સૌ રાજકોટ શહેર રાજકોટ મહાનગરપાલિકાના હિતમાં પોતાના પરિવારને ભૂલીને પણ પોતપોતાની ફરજ સારીરીતે નિભાવી રહ્યા છો તે ખુશીની વાત છે. મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સારી કામગીરી આ સંસ્થાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે છે. કમિશનરએ મનપાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રાજકોટની ઉત્તમ સેવા કરતા રહેવા કંઈક નવુંનવું વિચારતા રહેવા પણ ખાસ અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે પી.એ. ટુ કમિશનર અને ઈ.ચા. આસિસ્ટન્ટ કમિશનર એન.કે. રામાનુજ અને એસ્ટા શાખાના આસિસ્ટન્ટ મેનેજર વિવેક મહેતા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application