મહાપાલિકામાં બજેટની તૈયારી શરૂ કરાઇ શાખા વાઇઝ અંદાજો મગાવતા કમિશનર

  • December 18, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫નું લોકભોગ્ય અને વિકાસને વેગ આપના બજેટ તૈયાર કરવા તડામાર તૈયારીઓ શ કરી છે, તાજેતરમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪ના રિવાઇઝ બજેટ અને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે શાખા વાઇઝ અંદાજો મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો અનુસાર ચાલુ વર્ષના મંજુર થયેલા બજેટનું કદ ૨૬૩૭ કરોડ હતું અને હવે વર્ષ પૂર્ણ થવામાં લાસ્ટ કવાર્ટર બાકી છે ત્યારે સમીક્ષા કરી બજેટ રિવાઇઝ કરવા માટે ટૂંક સમયમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને તમામ શાખાધિકારીઓની રિવ્યુ મિટિંગ મળનારી છે. વર્તમાન વર્ષનું બજેટ રિવાઇઝ થતા કુલ કદના લગભગ ૬૦ ટકાએ પહોંચી જશે, મતલબ કે ૨૬૩૭ કરોડના બજેટનું કદ અંદાજે ૧૫૮૨ કરોડનું થઇ જશે તેવું અનુમાન છે.


ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાય સરકારનું બજેટ વહેલું હોય તેમ લોકસભા ચૂંટણીના વર્ષને ધ્યાને લેતા કેન્દ્ર સરકારનું બજેટ પણ વહેલું રજૂ થવાની પુરી સંભાવના હોય રાજકોટ મહાપાલિકાનું પણ બજેટ વહેલું તૈયાર કરી રાય અને કેન્દ્રના બજેટ પહેલા જ આપી દેવા તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે. મહાપાલિકાના બજેટમાં પણ લોકસભા ચૂંટણીના વર્ષની છાંટ જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application