જામનગરમાં આચાર્ય વિજયકુલચંદ્ર સુરીજીની નિશ્રામાં ઉપધાન તપનો પ્રારંભ

  • November 07, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ર૧ જૈન, બાળ તપસ્વીઓ ટીવી, મોબાઇલથી દૂર રહી ધર્માચરણ કરશે

જામનગરમાં આચાર્ય વિજયકુલચંદ્ર સુરીજીની નિશ્રામાં ૧૮ દિવસના ઉપધાન તપનો રવિવારથી પ્રારંભ થયો છે, જેમાં ર૧ બાળ તપસ્વીઓ ટીવી અને મોબાઇલથી દૂર રહી ઉપાશ્રયમાં ધર્માચરણ કરશે.
ચાર્તુમાસ માટે બિરાજતા શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય વિજય કુલચંદ્રસુરીજી નિશ્રામાં જ્યોતિ વિનોદ ઉપાશ્રય ખાતે વ્હેલી સવારથી પ્રથમ સંકલ્પ ધારણ કર્યા બાદ ગુરુવંદના સાથે ર૧ બાળ મુનિઓએ પોતાના ભણતર સહિતના રુટિનનો ત્યાગ કરી ૧૮ દિવસનું મુનિ જીવન શરુ કર્યું છે.
આ ઉપધાન તપ એ ગુરુ પરંપરાનું આચરણ છે, ૧૮ દિવસના તપ દરમ્યાન બાળકો જૈન તપસ્વી જીવન જીવે છે, સવારે ૪ વાગ્યે ઉઠવાનું, પ્રતિક્રમણ બાદ નવકાર મંત્રની આરાધના શીબરાર્થી બાળકો કરે છે, ૧૮ દિવસમાં કુલ ૬૦ હજાર નવકાર મંત્રો બાળકો ભણશે, તેમ આચાર્યજીના શિષ્યએ જણાવ્યું હતું. આ સમય દરમ્યાન તપસ્વી બાળકો તમામ ભૌતિક સગવડતાઓથી દૂર રહેશે, સાથોસાથ લાઇટ, પંખા, એસી, મોબાઇલ, કોમ્પ્યુટર જેવી ઘરની તમામ સુખ સગવડતાઓ ત્યજીને ગુરુજીની નિશ્રામાં ધર્માચરણ શીખશે. આ બાળ તપસ્વીઓ ૪૮ કલાકમાં માત્ર એક જ વખત સાદુ ભોજન લેશે, કાચું પાણી, વેજીટેબલ ફ્રુટસ પણ નહીં લ્યે, ખોરાકમાં કઠોળ ઉપર વધારે જોર રહેશે, ન્હાવાનું પણ નહીં રહે, આ દિવસો દરમ્યાન બે વખત પ્રતિક્રમણ અને ત્રણ વખત દેવ વંદના સાથે દરેક શિબીરાર્થી બાળ તપસ્વીઓનો દિવસ પૂરો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application