અમેરિકાની ધરતી પર સ્વામિનારાયણ અક્ષરધામ મૂર્તિ પ્રતિા મહોત્સવનો પ્રારંભ

  • October 02, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાની ધરતી પર યોજાનાર અવિસ્મરણિય સ્વામિનારાયણ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત આજે યુએસએથી ખાસ પધારેલા હરિભકતોની ટીમ 'આજકાલ'ની અતિથિ બની હતી. આ તકે ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણીને મળી મહોત્સવ અંગે ચર્ચા કરી હતી.પરમ પૂજય મહતં સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ખૂબ જ આનદં અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદઘાટન સમારોહનો પ્રારભં કરવામાં આવ્યો. આ ઉદઘાટન સમારોહના સોપાનની શરૂઆત ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરુપ નિલકંઠવર્ણી મહારાજની અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દ્રારા કરવામાં આવી. આ અભિષેક મૂર્તિ તેઓએ ૧૧ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને ૭ વર્ષ સુધી કરેલા કઠણ વિચરણ અને તપને અંજલિ અર્પવા માટે પધરાવવામાં આવી છે. તેઓના આ ૭ વર્ષના વિચરણ પ્રવાસે વિશ્ર્વભરના લોકોને નિ:સ્વાર્થ પ્રેમ, સહાનુભૂતિ, કરુણા, સાદગી, સાનુકુળ તેમજ પ્રતિકૂળ સંજોગોમાં નિ:સ્વાર્થ સેવા વગેરે મૂલ્યો જીવનમાં ચરિતાર્થ કરવા માટે પ્રેરણા પુરી પાડી છે.


૯ દિવસ સુધી ચાલનાર આ પ્રેરણા મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે સાંજે હિન્દુ સનાતન ધર્મ દિવસ નામના પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉત્તર અમેરિકા સ્થિત હિન્દુ મંદિરોના ધાર્મિક આગેવાનો, આયોજકો, ટ્રસ્ટીઓ અને સેંકડો સભ્યો, ધાર્મિક વિચારોની આપ–લે કરવા માટે તેમજ હિન્દુ સનાતન ધર્મના વારસાને ઉજવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ ધર્મ, જે બપરંપરાગત રીતે સનાતન ધર્મ તરીકે ઓળખાય છે જે વિવિધ પરંપરાઓથી બનેલો છે અને દરેક પરંપરા તેના પોતાના અલગ ધર્મશક્ર, વિચારધારા, ધાર્મિક વિધિઓ અને વ્યવહારથી આભૂષિત છે.
આજના આ પ્રસંગે પ્રતિિત વકતાઓ, વિદ્રાનો અને સમગ્ર હિન્દુ સમુદાયના આગેવાનોએ હાજરી આપી હતી જેમાં ગોવિંદદેવગીરી, સ્વામી મુકુન્દાનંદ, ડો.ટોની નાદર, જેફરી આર્મસ્ટ્રોંગ (કવિન્દ્રઋષિ) અને વેદ નંદા જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આ તમામ મહાનુભાવોએ સનાતન ધર્મના વિવિધ પાસાઓ પર સંબોધન કર્યુ તેમજ હિન્દુ ર્ધમના વિવિધતામાં એકતા અને સર્વ ધર્મ સમભાવના સિધ્ધાંતો પર પ્રકાશ પાડયો.


વિશ્ર્વ હિન્દુ પરિષદ–અમેરિકાના ઉપાધ્યક્ષ ડો.જય બંસલે, હિન્દુ હેરિટેજ મહિનાની ઉજવણીનો પ્રરારભં કરાવ્યો અને આ ઉજવણીનો ઈતિહાસ સમજાવતા કહ્યું કે, હિન્દુ હેરિટેજ મહિનાની શરૂઆત ૨૦૨૧માં થઈ હતી. કારણ કે ઓકટોબર મહિનામાં કાર્યક્રમની રૂપરેખા મુજબ કાલે શોભાયાત્રા બપોરે ૨થી ૪ તથા સંધ્યા સમારોહ મહિલા દિન, સાંજે ૫થી ૮, તા.૪ ઓકટોબરે મૂર્તિ પ્રતિાવિધિ દ્રિતીય સોપાન, સવારે ૮–૩૦થી ૧૨ તેમજ સંધ્યા સમારોહ સર્વધર્મ સંવાદિતા દિન, સાંજે ૫થી ૮ પાંચ ઓકટોબરે સંધ્યા સમારોહ કમ્યુનિટી દિન, સાંજે ૫થી ૮, ૬ ઓકટોબરે સંધ્યા સમારોહ પ્રમુખસ્વામી મહારાજન દિન, સાંજે ૫થી ૮, ૭ ઓકટોબરે સંખ્યા સમારોહ મહતં સ્વામી મહારાજ જન્મ જયંતી સભા, સાંજે ૫થી ૮, ૮ ઓકયોબરે મૂર્તિ પ્રતિા વિધિ અંતિમ સોપાન, સવારે ૮–૩૦થી ૧૨ તથા સંધ્યા સમારોહ અક્ષરધામ લોકાર્પણ સમારોહ સાંજે ૫થી િ૮ કલાકે રાખવામાં આવેલ છે.


સનાતન હિન્દુ ધર્મના ગૌરવવંતા મહામંદિર સ્વામિનારાયણ અક્ષરધામના પ્રાણપ્રતિા વિધિના અવસરે વિશ્ર્વભરના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તમામ હરિભકતો તેમજ લાખો સનાતનીધર્મી ભાવિકો ઘરે બેઠા વિરાટ મહાપૂજામાં જોડાશે. આ માટે વિવિધ માધ્યમો દ્રારા પ્રાણપ્રતિષઠાવિધિનું જીવતં પ્રસારણ કરવામાં આવશે. સાથે સાંજે થનારા લોકાર્પણ–ઉદઘાટન સમારોહનું પણ જીવતં પ્રસારણ કરવામાં આવશે. તો એ પ્રસારણનો લાભ લઈને આ ઐતિહાસિક અવસરે સહભાગી થવા માટે વિશ્ર્વભરના તમામ ભકતો ભાવિકોને અનુરોધ કરાયો છે.બીએપીએસ સંસ્થા દ્રારા તા.૮ ઓકટોબર સુધી અમેરિકા સ્થિત અક્ષરધામની યુએસએ. અક્ષરધામ. ઓઆરજી વેબસાઈટ પરથી કાર્યક્રમનું જીવતં પ્રસારણ માણવા મળશે. 'આજકાલ'ની શુભેચ્છા મુલાકાતે યોગીન છનિયારો, સ્મીત કાચા, નિર્મલ ટાંક સહિત ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application