માત્ર એક મતદાર ધરાવતા બાણેજની મુલાકાતે કલેકટર

  • March 27, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટસના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લ ાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. 

જ્યાં પરિવહનની જ‚રી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લ ા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ  પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લ ાનું આવું જ એક સ્થળ છે બાણેજ... ગીર સોમનાથ જિલ્લ ાના વડા મથક એવા વેરાવળ થી ૮૦ કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી ૨૫ કિલોમીટર દૂર અને દૂર્ગમ અને અડાબેટ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેને સંલગ્ન વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર  દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લ ા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉબડ-ખાબડ રસ્તાઓ વળોટીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લ ા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે ૧ પ્રિસાઈડિંગ ઓફિસર, ૨ પોલિંગ એજન્ટ, ૧ પટાવાળા, ૨ પોલીસ તેમજ ૧ સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી ૧૫થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે. 

જિલ્લ ા ચૂંટણી અધિકારી  અને કલેક્ટર  દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતાં  જણાવ્યું હતું કે, લોકશાહીમાં એક-એક મત કિંમતી છે. દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર ભગીરથ પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં  મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દૂર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણીતંત્ર સંનિષ્ઠ  પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ.

કલેકટરે મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે એક વોટ, સો ટકા મતદાનની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૪૨ જેટલા જ મતદારો ધરાવતા સાપના નેશ તથા આફ્રિકન મૂળ ધરાવતા ગીર ગઢડાના જાંબુર સહિતના ક્ષેત્રોમાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેથી દરેક મતદાર  તેના માતાધિકારનો ઉપયોગ કરી શકે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની આ મુલાકાત વેળાએ ગીર ગઢડાના મામલતદાર  ગૌતમભાઈ વાળા, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.


બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટરે સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કલેકટરએ જિલ્લ ામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે  અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી. કલેક્ટરએ સ્વચ્છતાની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, જંગલ એ પ્રકૃતિની અમૂલ્ય દેન છે. જંગલમાં ફરવા આવતાં પ્રવાસીઓ વેફર, કોલ્ડ્રિંક્સની ખાલી બોટલ્સ, નકામી કોથળીઓ અને અન્ય કચરો જ્યાં ત્યાં ફેંકી જંગલ વિસ્તારને પ્રદૂષિત ન કરે, કચરો કચરાપેટીમાં જ નાખે અને અમૂલ્ય એવી પ્રાકૃતિક સંપદા જાળવવા માટે પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપે. કલેક્ટર સાથે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત હરિદાસજી સહિત મામલતદાર અને અન્ય કર્મચારીઓ પણ આ નાના પણ મહત્વપૂર્ણ સફાઈ અભિયાનમાં જોડાયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application