પોરબંદરના કલેકટર અને ડી.ડી.ઓ. બન્યા શિક્ષક

  • September 06, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ઉચ્ચ વહિવટી અધિકારીઓ કલેકટર અને ડી.ડી.ઓ. એક દિવસના શિક્ષક બન્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.
પોરબંદરમાં શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ શ્રી ‚પાળીબા ક્ધયા શાળાની મુલાકાત લીધી હતી. પોરબંદર જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બની અભ્યાસ કરાવ્યો હતો. 
આ સમયે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરએ જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે સરકારી શાળાની મુલાકાત લીધી હતી.
પોરબંદર શહેરમાં આવેલ ‚પાળીબા ક્ધયા શાળા ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓના શિક્ષક બનીને આજે શિક્ષક દિન નિમિત્તે ક્લાસ લીધા હતા.જીવનમાં શિક્ષણનું મહત્વ અને નિયમિત શાળાએ આવવા તેમજ સ્વચ્છતા શિસ્ત અંગે સમજણ આપી હતી.   પોરબંદર જિલ્લાની સરકારી શાળાની ગુણવત્તાની ચકાસણી કરી હતી. શાળાની ભૌતિક સુવિધાની સાથે શૈક્ષણિક સુવિધાનું પણ મુલ્યાંકન કર્યું હતું અને ‚પાળીબા ક્ધયાશાળામાં શિક્ષક દિન નિમિત્તે એક દિવસ પૂરતા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application